એપશહેર

દેશના 47મા ચીફ જસ્ટિસ બન્યા એસએ બોબડે, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યા શપથ

Tejas Jinger | I am Gujarat 18 Nov 2019, 10:28 am
નવી દિલ્હીઃ રંજન ગોગોઈની નિવૃત્તિ બાદ દેશને નવા ચીફ જસ્ટિસ (CJI) મળ્યા છે. જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ ઐતિહાસિક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને હાલમાં જ અયોધ્યાના વિવાદનો અંત લાવનારા ચુકાદામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. 63 વર્ષના ન્યાયમૂર્તિ બોબડે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું સ્થાન લીધું છે. તેઓ 17 મહિના સુધી આ પદ પર રહેશે અને 23 એપ્રિલ 2021એ નિવૃત્ત થશે.રામ જન્મભૂમિ વિવાદમાં ભજવી મહત્વની ભૂમિકાપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિતના ન્યાયમૂર્તિઓની બેંચે અયોધ્યાના દાયકાઓથી અટવાતા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ ખંડપીઠમાં ન્યાયમૂર્તિ બોબડે પણ હતા. ઓગસ્ટ 2017માં તત્કાલિન CJI જેએસ ખેખરની અધ્યક્ષતામાં નવ ન્યાયાધીશોની ખંડપીઠે એકમતથ, નિજતાના અધિકારને ભારતમાં બંધારણીય રીતે સંરક્ષિત મૂળ અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. આ ખંડપીઠમાં પણ ન્યાયમૂર્તિ બોબડે હતા.પિતા હતા જાણીતા વકીલન્યાયમૂર્તિ બોબડે મહારાષ્ટ્રના વકીલ પરિવારમાંથી આવે છે અને તેમના પિતા અરવિંદ શ્રીનિવાસ બોબડે પણ જાણીતા વકીલ હતા. વરિષ્ઠ ક્રમની નીતિ હેઠળ વર્તમાન પ્રધાન ન્યાયધીશ ગોગોઈએ તેમની નામ કેન્દ્ર સરકારને પોતાના ઉત્તરાધિકારી તરીકે મોકલ્યું હતું. ન્યાયમૂર્તિ બોબડેને CJI પર પર નિયુક્ત કરવા માટેના આદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સહી કરી, આ પછી મિનિસ્ટ્રી ઓફ લૉએ તેમને ભારતીય ન્યાપાલિકાના શીર્ષ પદ પર નિયુક્ત કરવા માટે અધિસૂચના જારી કરી.CJI ગોગઈને આપી હતી ક્લીન ચિટન્યાયમૂર્તિ બોબડેની અધ્યક્ષતામાં જ સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની સમિતીમાં CJI ગોગોઈને, તેમના પર લાગેલા જાતીય સતામણીના કેસમાં ક્લીન ચિટ આપી હતી. આ સમિતીમાં ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રાનો પણ સમાવેશ થતો હતો. ન્યાયમૂર્તિ બોબડે 2015માં એ ત્રણ સભ્યોની બેન્ચમાં સામે હતા જેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારતના કોઈ પણ નાગરિકને આધાર સંખ્યાના અભાવમાં મૂળ સેવાઓ અને સરકારી સેવાઓથી વંચિત ના કરી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો