એપશહેર

ગાયનું છાણ રોકશે મોબાઈલ રેડિએશન! રાષ્ટ્રીય કામધેનુ આયોગે લોન્ચ કરી ચીપ

I am Gujarat 13 Oct 2020, 3:53 pm
રાષ્ટ્રીય કામધેનુ આયોગે સોમવારે ગાયના છાણમાંથી બનેલી એક ચીપ લોન્ચ કરી છે અને કહ્યું છે કે તેનાથી મોબાઈલનું રેડિએશન મહદઅંશ સુધી ઓછું થઈ જાય છે. આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે જોયું છે કે મોબાઈલ સાથે આ ચીપ રાખવા પર રેડિએશન ઘણા હદ સુધી ઓછું થઈ જાય છે. બીમારીથી બચવું છે તો આવનારા સમયમાં આ કામ આવનારી છે.' આ સાથે જ કામધેનુ આયોગે ગાયના છાણમાંથી બનેલા અન્ય ઘણા બધા પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા. જેનું લક્ષ્ય આ દિવાળી પર પ્રદૂષણ ઓછું કરવાનું છે.
I am Gujarat cow 1


હકીકતમાં આ દિવાળી પર ચીન નિર્મિત ઉત્પાદકોનો બહિષ્કાર સુનિશ્ચિત કરવા અને ગાયના છાણથી બનેલા દીવા અને ભગવાન ગણેશ તથા લક્ષ્મીની પ્રતિમાઓ સહિતની અન્ય ઘણી સામગ્રીઓનો ઉપયોગનો પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગે 'કામધેનુ દીપાવલી અભિયાન' ચલાવવાની જાહેરાત કરી છે.

વલ્લભ કથીરિયાએ કોન્ફરન્સમાં છાણના દિવા, શુભ-લાભ અને છાણની ચીપ પણ બતાવી. તેમણે કહ્યું કે, ગાયના છાણથી બધાની રક્ષા થશે. આ બધુ ઘરમાં આવી જશે તો ઘર રેડિએશન ફ્રી થઈ જશે.

તેમણે કહ્યુ કે, ગોમણ ગણેશ અભિયાનની સફળતાથી ઉત્સાહિત થઈને આયોગે 'ગોમણ દીપક'ને લોકો વચ્ચે લોકપ્રિય બનાવવા માટે આ અભિયાન ચલાવવાનો સંકલ્પ લીધો છે. તેમણે કહ્યું, આ અભિયાન અંતર્ગત આયોગ દીપોત્સવ દરમિયાન છાણ અને પંચતત્વના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યું છે. દિવાળીના પર્વ માટે છાણ આધારિત દિવા, મીણબત્તીઓ, અગરબત્તીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીની પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.

આયોગે કહ્યું કે, આ પ્રયાસ ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને આશા દર્શાવી છે કે આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના અને સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપતા ચીન નિર્મિત લાઈટોનો બહિષ્કાર સુનિશ્ચિત કરશે. આયોગે દેશભરમાં 11 કરોડ પરિવારોના માધ્યમથી છાણમાંથી 33 કરોડ દીવા પ્રજ્વલિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

Read Next Story