એપશહેર

કોરોનાના દર્દીઓની મદદ માટે પ્લાઝ્મા ડોનેટ નહીં કરી શકે કનિકા કપૂર, આ કારણ જવાબદાર

Tejas Jinger | TNN 1 May 2020, 4:28 pm
લખનૌઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂરે કોરોના વાયરસના દર્દીઓની મદદ માટે પ્લાઝ્મા ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તે આમ નહીં કરી શકે. ખબર એવી સામે આવી છેકે હિમોગ્લોબિનની કમી છે, જેના કારણે તે પ્લાઝ્મા ડોનેટ નહીં કરી શકે. કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.એક સત્તાવાર રિપોર્ટ અનુસાર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે, “કનિકા કપૂરના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્લાઝ્મા દાન કરવા સંબંધિત લગભગ તમામ માનકો પર યોગ્યતા મળી હતી. પણ, હિમોગ્લોબિનનું પ્રમાણ જરુરિયાત કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે. માટે તેમણે પ્લાઝ્મા દાન કરવા માટે થોડા દિવસ રાહ જોવી પડશે.”હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોરોના સંક્રમિતોને સાજા થવામાં પ્લાઝ્મા થેરપી ઘણી ચર્ચામાં રહી છે. કેટલાક રાજ્યોમાં જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં પ્લાઝ્મા થેરપીની ટ્રાયલ શરુ કરાઈ છે. પ્લાઝ્મા થેરપી ઘણી જૂની પદ્ધતિ છે. આ થેરપીથી સજા થયેલા દર્દીના લોહીમાંથી પ્લાઝ્મા લઈને બીમાર દર્દીને ચઢાવવામાં આવે છે. સાજા થયેલા દર્દીઓની એન્ટીબોડીથી બીમાર દર્દીની રિકવરીમાં મદદ મળે છે. જેનાથી દર્દીના શરીરમાં વાયરસ નબળો પડવા લાગે છે.કનિકા કપૂરે થોડા દિવસો પહેલા જ કોરોના વાયરસને માત આપી છે, જે બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી છે. કનિકા રાજધાની લખનૌની હોસ્પિટલમાં દાખલ હતી. કનિકા 15 માર્ચે લંડનથી લખનૌ આવી હતી. આ દરમિયાન તે ઘણી પાર્ટીઓમાં હાજર રહી હતી, જે દરમિયાન નેતાઓ અને પોતાના નજીકના લોકોને તે મળી હતી. કનિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે પાર્ટીમાં જે લોકોને મળી હતી જે તમામ લોકો ચિંતિત થઈ ગયા હતા. રિપોર્ટ આવ્યા બાદ તેને 20 માર્ચે દાખલ કરવી પડી હતી. અમદાવાદઃ કોરોનાને હરાવનારા 40 દર્દીઓને SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હિમોગ્લોબિન શું હોય છે?હિમોગ્લોબિન (HB કે HBG) કે જે લોહીમાં પ્રોટિનના સ્વરુપમાં હોય છે અને ઓક્સિજન પહોંચાડે છે. સામાન્ય રીતે પુરુષોમાં તેનું પ્રમાણે 14 થી 17.5 ગ્રામ પર ડેસિલીટર (gm/dL) હોવું જોઈએ જ્યારે સ્ત્રીઓમાં 12.3 થી 15.3 ડેસિલીટર હોવું જોઈએ. સામાન્ય ઘટાડો હોવાથી તેનો ખ્યાલ નથી આવતો પણ પ્રમાણ વધારે ઘટવાથી અશક્તિ સહિતની તકલીફો શરુ થાય છે. હિમોગ્લોબિનનું શરીરમાં રહેલું પ્રમાણ લોહીના રિપોર્ટ્સ દ્વારા ડૉક્ટર જણાવી શકે છે.

Read Next Story