એપશહેર

રૂ. 150ની લાંચનો કેસઃ પોલીસે બગાડ્યાં 8 વર્ષ

I am Gujarat 13 Dec 2016, 5:06 pm

બેંગલુરુઃ માત્ર દોઢસો રૂપિયાની કથિત લાંચનો મામલો આઠ વર્ષ લાંબો ચાલ્યો અને તે કેસની 72 તારીખો પડી. આરોપીનું કહેવું હતું કે, તેણે લાંચ લીધી નથી, પરંતુ જે રૂપિયાની વાત થઈ રહી છે તે તેણે સ્કૂલની જરૂરિયાત માટે ચોક ખરીદવા માટે લીધા હતા. આટલી લાંબી લડાઈ બાદ આખરે ગુરુવારે લોકાયુક્તની સ્પેશિયલ કોર્ટે આરોપી પ્રિન્સિપાલને નિર્દોષ મુક્ત કર્યા.

આ સમગ્ર મામલે જો કોઈની ભૂમિકા દિલચસ્પ હોય તો તે કર્ણાટક લોકાયુક્ત પોલીસની છે. 150 રૂપિયાની લાંચનો મામલો તેણે આટલાં વર્ષો સુધી કોર્ટમાં ચલાવ્યો. એ તો ઠીક પોલીસે સરકારી ખજાનામાંથી 15 લાખ રૂપિયાનો ભારે-ભરખમ ખર્ચ પણ કર્યો. લોકાયુક્ત દ્વારા ગુનેગારોને સજા આપવાનો રેકોર્ડ નબળો હોવાનું આ એક ઉદાહરણ છે.

2015 સુધી લોકાયુક્ત કોર્ટમાં લગભગ 1,895 મામલ પેન્ડિંગ હતા, પરંતુ બીજી બાજુ લોકાયુક્ત પોલીસ આ બધાને પાછળ છોડી 150 રૂપિયાની લાંચના કેસમાં ગૂંચવાઈ રહી. આરોપી હજી પણ દક્ષિણ બેંગલુરુની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલના પદે છે. આરોપી સામે ફરિયાદ કરનાર તેની જ સ્કૂલનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 150 રૂપિયાની લાંચ પાછળ સરકારી ખજાનામાંથી કમસે કસમ 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દર બે મહિને આ કેસની સરેરાશ એક સુનાવણી થતી હતી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 72 સુનાવણીઓ થઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો