એપશહેર

16 કરોડનું ઈંજેક્શન આપ્યા પછી બાળકીના પગમાં હલનચલન શક્ય, લોટરીમાં લાગી આ દવા

હવે ઈંજેક્શન મળ્યા પછી ફાતિમાની તબિયતમાં ધીરે-ધીરે સુધારો જોવા મળી રહ્યો છે અને તેના પગ હલનચલન કરી રહ્યા છે.

I am Gujarat 20 Feb 2021, 5:09 pm

હાઈલાઈટ્સ:

  • બાળકી બચી શકે તે માટેની દવા લોટરીથી મળી
  • ઈંજેક્શન મળ્યા પછી ફાતિમાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે
  • તે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામના રોગથી પીડિત છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q2
બેંગલુરુ, કર્ણાટકા: દુબઈના ઓડિટર મોહમ્મદ બાસિલ જણાવે છે કે મારી દીકરીનું જીવન બચાવવા માટે જરૂરી એવું રૂપિયા 16 કરોડનું ઈંજેક્શન ખરીદતા મારી આખી જિંદગી નીકળી જાય. પણ, અમે ખૂબ નસીબદાર હતા કે અમને લોટરીથી આ ઈંજેક્શન મળ્યું. તેઓનો પરિવાર કર્ણાટકમાં રહે છે.
મોહમ્મદ બાસિલની દીકરી સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામના રોગથી પીડિત છે. આ બાળકીને બેંગલુરુની હોસ્પિટલમાં ઝોલગેન્સ્મા (Zolgensma) ઈંજેક્શન આપ્યા પછી તેને નવું જીવન મળ્યું છે. ફાતિમા નામની આ બાળકી ખૂબ નસીબદાર હતી કારણકે ઈંજેક્શન કંપની નોવાર્ટિસના એક કલ્યાણકારી પ્રોગ્રામના માધ્યમથી તે લૉટરીની ભાગ્યશાળી વિજેતા બની.

દીકરીના પિતા બાસિલ જણાવે છે કે હવે ઈંજેક્શન મળ્યા પછી ફાતિમાની તબિયતમાં ધીરે-ધીરે સુધારો જોવા મળી રહ્યો છે અને તેના પગ હલનચલન કરી રહ્યા છે. બાસિલના પ્રથમ બાળકનું પણ આ રોગથી મૃત્યુ થયું હતું. પણ, જ્યારે ફાતિમાનો જન્મ થયો ત્યારે તેનો ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે તે પણ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામના રોગથી પીડિત છે.

બાસિલ જણાવે છે કે મારી દીકરીને બચાવવા માટે શક્ય તમામ ટ્રીટમેન્ટ વિશે મેં રીસર્ચ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે બેંગલુરુની હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કર્યો. મારી દીકરીને બેંગ્લુરુની હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરે અમને ઝોલગેન્સ્મા (Zolgensma) અને ઈંજેક્શન બનાવતી કંપનીની લોટરી સ્કીમ વિશે જણાવ્યું. મારી દીકરી આ સ્કીમમાં ભાગ લઈ શકે તે પહેલા તેના બ્લડ સેમ્પલને નેધરલેન્ડની લેબમાં ટેસ્ટ માટે મોકલાયા.

દીકરીના પિતા બાસિલ વધુ વાત કરતા જણાવે છે કે મને 2 મહિના પહેલા હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તેમની દીકરી ફાતિમાએ તે લોટરી જીતી લીધી છે. જ્યારે આ ઈંજેક્શન બેંગલુરુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યું તેના 3 દિવસ પછી તે બાળકીને આપવામાં આવ્યું.

જ્યારે આ દવા એરપોર્ટ પર આવી પહોંચી ત્યારે બેંગલુરુ હોસ્પિટલના ડોક્ટરે ત્યાં કસ્ટમના અધિકારીઓની સાથે વાત કરતા તેઓને આ દવાના મહત્વ વિશે જણાવ્યું કે જેથી તેઓ જલદી આ દવાને પહોંચાડવા માટેની પરવાનગી આપે. દીકરીના પિતા બાસિલે જણાવ્યું કે મેં ભારત સરકારને વિનંતી કરી હતી કે ભારતમાં આ દવા માટે મંજૂરી આપે અને જરૂરિયાતમંદ બાળકને નાણાકીય મદદ કરતા પૂરી પાડી આપે. અન્ય વ્યક્તિની મંજૂરીના માધ્યમથી આ દવા માટેનો રસ્તો સરળ બન્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો