એપશહેર

કર્ણાટકાઃ પૂરના કારણે 2.5km તરીને બોક્સર ઈવેન્ટમાં પહોંચ્યો, જીત્યો સિલ્વર

Tejas Jinger | TNN 12 Aug 2019, 2:17 pm
હરિગોવિંદ, બેંગ્લુરુઃ નિશાન મનોહર કદમનું ગામ મન્નુરનું બેલાગાવી છે, જ્યાં પૂરે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. 7 ઓગસ્ટના દિવસે આ 19 વર્ષના બોક્સરે જોયું કે તેના માથા સુધી આવે એટલું પાણી તેના ગામમાં ભરાયું છે. ગામની બહાર જવાના રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા હતા. નિશાનના પિતા મનોહર ખેડૂત છે, જેમણે વિચાર્યું કે હવે એક તરફ પૂરના પાણી છે અને બીજી તરફ રાજ્યકક્ષાની સ્પર્ધા છે આવામાં શું થઈ શકે? આ પછી નિશાને તેની બોક્સિંગ કિટને પ્લાસ્ટિકમાં બરાબર પેક કરી લીધી અને પિતા-પુત્રએ 45 મિનિટ સુધી તરીને 2.5km અંતર કાપ્યું, તેઓ તરીને મુખ્ય માર્ગ સુધી પહોંચ્યા અને અહીં બેલાગાવી જિલ્લાની ટીમ સાથે આગળ રવાના થયા. 3 દિવસના પ્રવાસ પછી, રવિવારે નિશાન બેંગ્લુરુ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. બાહોશ નિશાંતે મેચ પહેલાની સ્થિતિ અંગે વાત કરીને જણાવ્યું કે, “હું આ ઈવેન્ટની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને હું તેને કોઈ પણ ભોગે ગુમાવવા નહોતો માગતો, અમારા વિસ્તારમાં પાણી ભરાયા પછી કોઈ વાહનની વ્યવસ્થા થઈ શકે એમ નહોતી, પણ તરીને જવાનો વિકલ્પ હતો.” ભારે સાહસ પછી ઈવેન્ટમાં પહોંચેલો ટીનેજર નિશાન ગોલ્ડ મેડલ ના જીતી શક્યો પણ તે પોતાના પરફોર્મન્સથી ખુશ હતો અને તેણે કહ્યું કે, “હું આ વખતે ગોલ્ડ ના જીતી શક્યો, પણ હું ગોલ્ડ મેડલ જીતીશ.”
બોક્સિંગ કરી રહેલો નિશાન (લાલ કપડામાં) નિશાન બેલ્ગાવીમાં આવેલી પીસી કૉલેજમાં ધોરણ-12માં ભણે છે, તેણે બે વર્ષ પહેલા અર્જુન અવોર્ડ વિજેતા કેપ્ટન મુકુંદ કિલકરની MG’s Sporting અકેડમિથી શીખવાનું શરુ કર્યું હતું. ટીમ મેનેજર ગજેન્દ્ર એસ ત્રિપાઠીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા સ્થિતિ ઘણી ખરાબ હતી. ત્રિપાઠીએ કહ્યું કે, “સફર ઘણો કઠીન હતો એટલે ઘણાં મા-બાપે પોતાના બાળકોને ઈવેન્ટમાં ના મોકલ્યા. નિશાન પણ થોડા દિવસ પ્રેક્ટિસ નહોતો કરી શક્યો, પણ જ્યારે તેણે ચેમ્પિયનશિપ વિશે સાંભળ્યું તો કહ્યું કે હું ત્યાં પહોંચીશ. તેણે કહ્યું કે હું થોડું અંતર તરીને પસાર કરી લઈશ, તમે રોડ સુધી વાહન પહોંચાડી આપો.” નિશાન અને તેના પિતાએ પોતાના ઘરેથી 3:45pm તરવાનું શરું કર્યું હતું અને તેઓ 4:30pm રોડ સુધી પહોંચ્યા. ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું કે, “તેની સાથે અકેડમિના અન્ય 6 સભ્યો જોડાયા, અને અમે એ રાત્રે બેંગ્લુરુ જવા ટ્રેનમાં બેઠા. આ ચેમ્પ્યિનશિપમાં નિશાનની સ્ટોરી અને તેનું પરફોર્મન્સ એકદમ સ્પેશિયલ હતા.” કર્ણાટકા બોક્સિંગ અસોસિએશનના સેક્રેટરી સાંઈ સતિષ એને જણાવ્યું કે, 248 સ્પર્ધકોએ 19 ટીમોમાં ભાગ લીધો હતો, 6 કેટેગરીમાં યોજાયેલી ત્રણ દિવસની સ્પર્ધા રવિવારે પૂર્ણ થઈ.

Read Next Story