એપશહેર

આ એક શખસથી ઓછામાં ઓછા 500 લોકો પર કોરોનાનો ખતરો

Shailesh Thakkar | I am Gujarat 16 May 2020, 11:22 pm
ઈડુક્કી: કેરળના ઈડુક્કીમાં એક 39 વર્ષીય બેકરી સંચાલક કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ જિલ્લાની બે ગ્રામ પંચાયતોને કન્ટેનમેન્ટ ઝોનમાં બદલી દેવામાં આવી છે. બેકરીના માલિકના સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરવા માટે સેન્ટિનેન્ટલ સર્વિલન્સ અંતર્ગત રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઓછામાં ઓછા 500 લોકો આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. દંગ કરનારી વાત એ છે કે, થોડા દિવસ પહેલા સુધી બેકરી સંચાલકમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:આ સ્તરે કોરોનાના કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો જોતા દુકાનકારો,પોલીસકર્મીઓ, સ્વાસ્થ્યકર્મીઓ અને પત્રકારોના રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જણાવવામાં આવ્યું છે કે, સંક્રમિત નોંધવામાં આવેલા શખસને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પુટ્ટડી વિસતારની તાલુકા હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને તેની પત્ની તથા બાળકોને ક્વૉરન્ટાઈનમાં મોકલાયા છે.જિલ્લા તંત્રની અપીલ – જે બેકરીએ ગયા હોય તે જાતે જ કહેઅસલમાં લૉકડાઉનમાં મળેલી થોડી રાહતને કારણે બેકરી ખુલી હતી. આશંકા એ કારણે વધુ પ્રબળ છે કારણ કે, બેકરી પર રોજ સેંકડો લોકો આવે છે. સ્વાસ્થ્ય કર્મચારી હવે તે વિસ્તારોમાં ટ્રેસિંગનું કામ કરી રહ્યાં છે જ્યાંના લોકો બેકરીએ આવ્યા હોઈ શકે છે. જિલ્લા તંત્રએ સોશિયલ મીડિયા પોતાનો નંબર શેર કરીને અપીલ કરી છે કે, જે લોકો બેકરીએ ગયા હોય તેઓ જાતે તેની જાણકારી આપે.જાણકારી અનુસાર, અધિકારીઓએ બેકરી સંચાલકના સંપર્કમાં આવેલા આશરે 300 લોકો વિશે જાણકારી એકઠી કરી લીધી છે. અત્યાર સુધી તે લોકોમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી. જિલ્લા તંત્ર આગામી સપ્તાહથી સેન્ટિનલ સર્વિંલન્સની ગતિ વધારવા વિચારી રહી છે. જિલ્લા તંત્ર તરફથી બંને ગામ પંચાયતો વંદનમેદુ અને કરુણાપુરમમાં સંપૂર્ણ રીતે લૉકડાઉન લાગૂ કરી દેવાયું છે.કેરળમાં અત્યાર સુધી કુલ 587 કેસકેરળમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 587 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ શનિવારે જણાવ્યું કે, ચાર કેસ ત્રિશૂરથી, ત્રણ કેસ કોઝિકોડથી અને બે-બે કેસ પલ્લકડ અને મલાપ્પુરમથી આવ્યા છે. તેમણે જણાવ્યું કે, નવા દર્દીઓ રાજ્યની બહારના છે. તેમણે જણાવ્યું કે, સાત સંક્રમિતો વિદેશથી આવ્યા છે જ્યારે બે-બે તમિલનાડુ અને મહારાષ્ટ્રથી આવ્યા છે.કે કે શૈલજાએ જણાવ્યું કે, રાજ્યમાં 56,981 લોકોને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી 619 લોકોને જુદી-જુદી હોસ્પિટલોમાં બનેલા આઈસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 43,669 સેમ્પલ્સને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 41,814 સેમ્પલ્સના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કેરળમાં 22 જગ્યાઓને હૉટસ્પૉટ અંકિત કરવામાં આવ્યા છે, જેમાંથી છ સ્થાન શનિવારે જોડાય. નવા ત્રણ હૉટસ્પોટ કાસરગોડ, બે ઈડુક્કીમાં અને એક વાયનાડમા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો