એપશહેર

1 જૂને દક્ષિણ-પશ્ચિમ ભારતમાં ચોમાસું પહોંચવાની હવામાન વિભાગની આગાહી

Tejas Jinger | TNN 28 May 2020, 2:56 pm
સુધા નામ્બુદીરી, કોચીઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે, દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં 1 જૂનથી ચોમાસું બેસી જવાની સંભાવના પ્રબળ છે. આ સાથે જણાવવામાં આવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં 31મી મેએ લો-પ્રેશર સર્જાશે.ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવ્યું છે, જેમાં બંગાળની ખાડીમાં દક્ષિણ અને આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબારમાં વરસાદ થયો. આ સાથે અહીંના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થવાની સંભાવના વચ્ચે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં લો-પ્રેશર બન્યું છે અને સંબંધિત સાઈક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર પર પહોંચી શકે છે.આગામી 48 કલાકમાં એક જ ક્ષેત્રમાં કેંદ્રિત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે તેવી ખૂબ ઓછી સંભાવના છે, જે આગામી 72 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને પૂર્વ યમનના દરિયા કિનારા તરફ જશે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી સાથે કેરળના દરિયામાં તોફાની અસર રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે આ અંગે તમામ માછીમારોને રાત સુધીમાં સંદેશ પહોંચાડી દેવામાં આવશે. જો તેઓ કેરળના દરિયા કિનારા પર પરત ના ફરી શકે તો અન્ય નજીકના દરિયા કિનારા પર પરત ફરવા અંગે જણાવવામાં આવ્યું છે.હવામાન વિભાગે અગાઉ આગાહી કરીને જણાવ્યું હતું કે, ચોમાસું 6 ને પહોંચી શકે છે અને આ સાથે તેમાં 4 દિવસ વધારે ઓછા થવાની શક્યતા છે. મહત્વનું છે કે, ગુજરાત તરફ જે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું હતું તેમાં મોટી રાહત મળી શકે છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગના વડા જયંત સરકારે વરસાદની આગાહી સાથે માછીમારોને સુરક્ષિત રહેવા માટે સૂચન કર્યું હતું.

Read Next Story