એપશહેર

પતિના મર્ડરમાં જેલમાં રહેલી પત્નીએ આઠ વર્ષે પહેલીવાર બાળકો સાથે કરી વાત

Hitesh Mori | I am Gujarat 28 Mar 2019, 6:04 pm
મતિન હફીઝ, મુંબઈઃ કલ્યાણ જેલમાં પતિની હત્યાના કેસમાં સજા કાપી રહેલી બિટ્ટુ તિવારી(28)એ પોતાના બાળકો સાથે 8 વર્ષે પહેલી વખત વાત કરી. 11 અને 9 વર્ષના બંને પુત્રો તેના દાદા-દાદી સાથે ઉત્તર પ્રદેશમાં રહે છે. આ બાળકોએ સોમવારે વીડિયો કોન્ફરન્સિગ દ્વારા પહેલી વખત વાત કરી. આવું પહેલી વખત બન્યું કે મહારાષ્ટ્રની જેલમાં રહેલા કેદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બીજા રાજ્યમાં પોતાના સંબંધીઓ સાથે વાત કરી હોય. આ અંગે જેલ અધિકારી રાજવર્ધન સિન્હાએ જણાવ્યું કે, ‘અમે આ સુવિધાને વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેની મદદથી મહારાષ્ટ્રની જેલમાં રહેલા કેદીઓ અન્ય રાજ્યમાં રહેતા તેમના સગા સંબંધીઓ સાથે વાત કરી શકે.’ બિટ્ટુની જ્યારે તેના પતિ રાજુની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી. તે સમયે તેના મોટા દિકરાની ઉંમર 3 વર્ષ અને નાના દિકારીની ઉંમર 1 વર્ષ હતી. આ કેસમાં વિઠ્ઠલવાડી પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ રાજુના મોટાભાઈએ બિટ્ટુ અને તેના સાથી સંજય સામે હત્યાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ બિટ્ટના બાળકોને તેના સાસુ-સસરા તેમને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં આવેલા વતન લઈ ગયા. પ્રયાસ NGO(નોન ગર્વરમેન્ટ ઓર્ગેનાઈઝેશન) જે મહારાષ્ટ્રની જેલમાં રહેલા કેદીઓના ઉત્થાન માટે કામ કરે છે. તેમણે 2013માં બિટ્ટુનો કેસ લીધો હતો. તેમણે બંને રાજ્યોની જેલના અધિકારીઓ ઉપરાંત ચાઈલ્ડ વેલફેર કમીટી સામે રજૂઆત કરી, પેપર વર્ક કરવામાં આવ્યું. આખરે 2019માં માતા અને બાળકો વચ્ચે વાતચીત કરવાની પરમીશન મળી શકી તેવું સંસ્થાના કર્મચારી અરુણા નિમ્સે જણાવ્યું. આ અંગે નિમ્સે વધુમાં જણાવ્યું કે, ‘શરૂઆતમાં બિટ્ટુના સાસુ-સરરા બાળકોને વાત કરાવવા માટે તૈયાર નહોતા. જેથી અમે ગામના પ્રધાનને વાત કરી. તેમણે અને ગામના અન્ય લોકોએ બિટ્ટુના સાસુ સસરાને મનાવ્યા અને આખરે તેઓ બાળકોને તેની માતાને વાત કરાવવા માટે પરવાનગી આપી.’ બાળકોએ જ્યારે તેમની માતાને જોઈ તો તેઓ ખુશ થયા. અત્યાર સુધી તેમણે માતાને ફોટો આલ્બમમાં જ જોઈ હતી. જ્યારે તેમણે માતાને કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ તે સમય બધા માટે ખુબ જ ભાવનાત્મક હતી. શરૂઆતમાં બિટ્ટુ બાળકોને જોઈને ભાવુક થઈ ગઈ. 20 મિનિટની વાતચીત દરમિયાન બિટ્ટુએ બાળકોને અભ્યાસ વિશે પણ પુછ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો