એપશહેર

મુંબઈઃ સાતમા માળેથી નીચે પટકાયેલા બિલાડીના બચ્ચાનો ચમત્કારિક બચાવ

Hitesh Mori | I am Gujarat 29 Mar 2019, 10:16 pm
કલ્યાણઃ ઉલ્હાસનગરની એક બિલ્ડિંગના સાતમા માળેથી એક મહિનાનું બિલાડીનું બચ્ચું નીચે પટકાયું પરંતુ તેને સામાન્ય ઈજા સાથે ચમત્કારીક બચાવ થયો છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો કમરિયા પરિવારની ઘરમાં આ બિલાડી તેના બચ્ચા સાથે ગેલેરીમાં રહેતી હતી. પાંચ બચ્ચામાંથી એક બચ્ચુ રવિવારે રાત્રે સાતમા માળેથી નીચે પડી ગયું હતું. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે અડધી રાત્રે તેમના પાડોશીએ તેમનો દરવાજો ખખડાવ્યો અને તેમણે કહ્યું કે આ બિલાડીનું બચ્ચું તેમને બિલ્ડિંગની બહારથી મળી આવ્યું છે. જેથી તેમણે બિલાડીના બચ્ચાને હાથમાં લઈ ચેક કર્યું અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યાર બાદ ઉલ્હાસનગરના વક્રતુંડ પેટ ક્લિનિંગ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યું. ખુશ્બુ કામરિયાએ જણાવ્યું કે બચ્ચાને સામાન્ય ઈજા પહોંચી છે અને તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે. બિલાડીના બચ્ચાની સારવાર કરનારા ડો. મેઘના વાડકે જણાવ્યું કે, ‘સામાન્ય રીતે આટલી ઊંચાઈ પરથી નાના બચ્ચાને પડવાથી બચવાની શક્યતા ઓછી રહે છે. હવે કોઈ ચિંતાનો વિષય નથી.’ ખુશ્બુ અને તેના ભાઈ દ્વારા બિલાડીના બચ્ચાની સુરક્ષા માટે બાલ્કનીમાં પૂરતી વ્યવસ્થા કરી છે. જેના માટે તેમણે બાલ્કનીમાં નેટ લગાવી દીધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો