એપશહેર

કોણ છે એપી સિંહ જે 7-7 વર્ષ સુધી નિર્ભયા કેસના નરાધમોને સુરક્ષા કવચ બનીને બચાવતા રહ્યા

Mitesh Purohit | I am Gujarat 20 Mar 2020, 11:07 am
નિર્ભયા ગેંગ રેપના ચાર દોષી પવન, વિનય, મુકેશ અને અક્ષયને આખરે 20 માર્ચે તિહાર જેલમાં ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા. જોકે છેલ્લા 7-7 વર્ષથી નરાધમોના વકીલ એવા એપી સિંહ તેમને ફાંસીથી બચાવવા માટે ગઈકાલે આખી રાત દોડતા રહ્યા. તેમણે અડધી રાત્રે પણ દેશની સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેવામાં તમને પણ થતું હશે કે આખરે આ એપી સિંહ કોણ છે જે આવા જઘન્ય અપરાધના દોષિતો માટે 7-7 વર્ષથી સમાજની વિરુદ્ધ જઈને લડી રહ્યા છે. જેમણે નરાધમોને ફાંસી બચાવવા માટે તમામ કાયદાકીય કાવાદાવા ખેલી લીધા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:નિર્ભયાના દોષિતો વિરુદ્ધ ત્રણ-ત્રણવાર ડેથ વોરન્ટ જાહેર થયા બાદ પણ એપી સિંહ દ્વારા કાયદાકીય કાવાદાવાથી ફાંસીને ટાળવાથી તેઓ મીડિયામાં સમાચારોમાં આવ્યા. એપી સિંહ એટલે કે અજય પ્રકાશ સિંહ મૂળરુપે ઉત્તર પ્રદેશના રહેવાવાળા છે. તેમજ દિલ્હીમાં વકીલાત કરે છે. તેમનો સમગ્ર પરિવાર દિલ્હીમાં જ રહે છે અને તેઓ નિર્ભયાના દોષીનો કેસ છેલ્લા 7 વર્ષથી લડે છે.એપી સિંહ વર્ષ 2013માં એ સમયે સમાચાર માધ્યમોમાં આવ્યા જ્યારે દિલ્હીમાં કોઈ વકીલે નિર્ભયાના ગુનેગારોનો કેસ લડવાની ના પાડી ત્યારે ત્યારે તેમણે નરાધમોનો પક્ષ કોર્ટમાં રાખ્યો. આ કેસની સુનાવણી દરમિયાન નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અનેકવાર તેમને પોતાના વ્યવહારના કારણે ફટકાર પડી છે.એપી સિંહે લખનૌ યુનિવર્સિટીમાંથી વકીલાતની ડિગ્રી મેળવી છે. જે બાદ તેમણે લોમાં ડોક્ટરે પણ કર્યુ છે. વર્ષ 1997માં તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરુ કરી હતી જોકે હવે તેઓ હવે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલો પૈકી એક ગણવામાં આવે છે. એપી સિંહે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે તેમણે આ કેસ પોતાની માતાના કહેવા પર લીધો હતો. તેમની માતાને દોષીત અક્ષયના નાના 3 વર્ષના બાળક પર દયા આવી ગઈ હતી કે તે પિતા વગરનો બની જશે જેના કારણે આ કેસ તેમણે લડ્યો.એપી સિંહને 2013માં એ સમયે પણ લોકોની નારાજગી સહન કરવી પડી હતી. જ્યારે તેમણે નિર્ભયાના દોષિતોનો કેસ લડવાનો નિર્ણય જાહેર કર્યો અને વિવાદિત નિવેદન આપ્યું હતું કે જો તેમની પોતાની દીકરી પણ લગ્ન પહેલા પોતાના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ ધરાવતી હશે તેવી જાણ થશે તો પોતે તેને જીવતી સળગાવી મારશે.Video: નરાધમોને ફાંસી મળ્યા પછી તેમના વકીલે નિર્ભયાના ચરિત્ર પર ઉઠાવ્યા સવાલ કરી ગંદી કોમેન્ટ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો