એપશહેર

હાઈકોર્ટના જજની વિનમ્રતા, કહ્યું મને 'માય લોર્ડ' નહીં, 'સર' કહીને બોલાવો

વિપુલ પટેલ | TNN 16 Jul 2020, 3:56 pm

કોલકાતા: પશ્ચિમ બંગાળની ડિસ્ટ્રીક કોર્ટ અને રજિસ્ટ્રીનો સ્ટાફ હવે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ‘માય લોર્ડ’ કે ‘લોર્ડશિપ’ નહીં કહે. હવે, આ લોકોએ ચીફ જસ્ટિસને સર કહીને સંબોધિત કરવા પડશે. આવો આદેશ કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પોતે આપ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે બધી ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને મુખ્ય જજોને ઈમેલ મોકલીને આ જાણકારી આપી છે. તેમના ઈમેલમાં લખ્યું છે કે, ચીફ જસ્ટિસે પોતે નિર્ણય લીધો છે કે તેમને માય લોર્ડ કે લોર્ડશિપ કહીને ન બોલાવે, તેમને સર કહેવામાં આવે.

ઈમેલમાં લખ્યું છે કે, ‘ચીફ જસ્ટિસની ઈચ્છા છે કે, તેમને ડિસ્ટ્રીક્ટ જજ, રજિસ્ટ્રીથી સંબંધિત સભ્યો અને કોર્ટો સાથે જોડાયેલા બધા સભ્યો હવ સર કહે. તેઓ નથી ઈચ્છતા કે તેમને માય લોર્ડ કે લોર્ડશિપ કહેવામાં આવે. તે કો4ટ અને વહીવટી સ્તર પર લાગુ પડશે.’

કોલકાતાના કેટલાક કાયદા તજજ્ઞોનું માનવું છે કે, આ શબ્દોનો ઉપયોગ બ્રિટિશ રાજમાં શરૂ કરાયો હતો. આ શબ્દોને હટાવવા બ્રિટિશ રાજ પુરું થવાનું એક ઉદાહરણ છે. કોર્ટના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું કે, ‘2014માં ભારતના તત્કાલીન ચીફ જસ્ટિસ એચએલ દત્તૂએ પણ આ જ પ્રકારે કહ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, શું લોર્ડશિપ અને માય લોર્ડ કહેવું જરૂરી છે? તમે અમને લોકોને અન્ય ગરિમાપૂર્ણ રીતે સંબોધિત કરી શકો ચો. આ એક યોગ્ય દિશામાં અને સારી શરૂઆત છે. તે દરેક કોર્ટમાં લાગુ થવું જોઈએ.’

I am Gujarat kolkata high court chief justice order call him sir not lordship of my lord
હાઈકોર્ટના જજની વિનમ્રતા, કહ્યું મને 'માય લોર્ડ' નહીં, 'સર' કહીને બોલાવો

સુરતઃ નાયબ મેયરની રાંદેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ

લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો