એપશહેર

જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

વિપુલ પટેલ | I am Gujarat 8 Jul 2020, 9:55 pm

નવી દિલ્હી: ભારતીય નેવીના રિટાયર્ડ ઓફિસર કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનની નવી ચાલ પર ભારતની ચાંપતી નજર છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, કુલભૂષણ પર આંતરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ના આદેશનું સંપૂર્ણ રીતે પ્રભાવી પાલન કરાવવા માટે ડિપ્લોમેટિક ચેનલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાન આઈસીજેના આદેશને લાગુ કરવાથી બચવા માટે સતત નવી-નવી ચાલબાજીઓ કરી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

‘કુલભૂષણ પર ચાર વર્ષોથી પ્રપંચ કરી રહ્યો છે પાકિસ્તાન’

I am Gujarat kulbhushan jadhav clearly been coerced to refuse to fule a review in his case says foreign ministry
જાધવ પર પાકની ચાલ, ભારતની સીધી ચેતવણી

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘આ મામલે આજે પાકિસ્તાની મીડિયામાં આવેલું સ્ટેટમેન્ટ આઈસીજેના આદેશનો શબ્દશઃ પાલન કરવામાં પાકિસ્તાનની અનિચ્છાનો જ પુરાવો છે.’ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ‘પાકિસ્તાનનો દાવો કે જાધવે કોઈ પુનર્વિચાર અરજી કરવાનો ઈનકાર કરી દીધો છે, તેના ચાર વર્ષના પ્રપંચનો જ ભાગ છે. કુલભૂષણ જાધવને ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવતા સજા કરવામાં આવી. તે હજુ પણ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે.’

‘કુલભૂષણ પર પાકિસ્તાને કર્યું દબાણ’
મંત્રાલયે કહ્યું કે, ‘તેમાં કોઈ શંકા નથી કે તેમના પર પુનર્વિચાર અરજી ન કરવા માટે દબાણ કરાયું. એટલે, ભારતે જાધવ સાથે સંપર્ક કરવાની માગ રાખી છે, જેથી ઓર્ડિનન્સ અંતર્ગત તેના માટે ન્યાયિક વિકલ્પો પર વિચાર કરી શકાય.’ તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાને ઓર્ડિનન્સ અંતર્ગત વિકલ્પો અજમાવવાથી રોકવા માટે કુલભૂષણ પર દબાણ કર્યું છે તેમાં કોઈ શંકા નથી.’

જાધવ પર પાકિસ્તાનની નવી ચાલ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને દાવો કર્યો છે કે, જાધવે પુનર્વિચાર અરજી કરવાનો ઈનકાર કરી દીધો છે અને તેણે પોતાની પડતર દયા અરજીની સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલ અહમદ ઈરફાને બુધવારે દાવો કર્યો કે 17 જૂન, 2020એ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને તેમની સજા અને સજા પર પુનર્વિચાર માટે એક અરજી કરવા માટે આમંત્રિત કરાયા હતા. તેમણે દાવો કર્યો કે પોતાના કાયદાકીય અધિકારનો પ્રયોગ કરતા કુલભૂષણ જાધવ સજા અને સજા પર પુર્વિચાર અરજી કરવાનો ઈનકાર કરી દીધો. એક પત્રકાર પરિષદમાં અધિકારીએ કહ્યું કે, જાધવે 17 એપ્રિલ, 2017એ દાખલ કરેલી પોતાની દયા અરજી પર ભાર આપ્યો છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની સરકારે જાધવને બીજું કોન્સ્યુલર એક્સેસ આપવા કહ્યું છે.

ભારતે ખખડાવ્યા હતા આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજા
જાધવને એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં પાકિસ્તાનની એક આર્મી કોર્ટે મોતની સજા કરી હતી. તે પછી ભારતે જાધવ સુધી કોન્સ્યુલર એક્સેસ કે રાજદ્વારી પહોંચથી ઈનકાર કરાતા અને મોતની સજાને પડકારવા માટે પાકિસ્તાન સામે આતંરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ભારત તરફથી સીનિયર વકીલ હરીશ સાલ્વેએ કેસ લડ્યો હતો. આ વર્ષે મેમાં પાકિસ્તાને કહ્યું હતું કે, તેણે જાધવ મામલે આઈસીજેના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કર્યું છે.

જુલાઈ 2019માં આવ્યો હતો ICJનો ચુકાદો
કોર્ટે ગત વર્ષે જુલાઈમાં ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાને જાધવની સજાની પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવો જોઈએ. સાથે જ કોન્સ્યુલર એક્સેસ આપવું જોઈએ. જાધવ ભારતીય સેનાના એક નિવૃત્ત અધિકારી છે. જુલાઈ 2019માં આઈસીજેએ પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે, તે જાધવને ફાંસી ન આપે અને તેમને આર્મી કોર્ટ દ્વારા અપાયેલી ફાંસી મોતની સજા પર પુનર્વિચાર કરે.

લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો