એપશહેર

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Tejas Jinger | TNN 21 Jun 2020, 2:05 pm
સંજય દત્ત, નવી દિલ્હીઃ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઉભી થયેલી સ્થિતિ બાદ બન્ને દેશો તરફથી વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યાં મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીને ટ્રક અને બુલ્ડોઝરની સંખ્યા સરહદ પર વધારી છે તો હવે ભારતી સેના સ્થિતિને પહોંચી વળે તે માટે ઓઈલ કંપનીઓ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઓઈલ કંપનીઓએ સેના માટે સપ્લાય વધારી દીધો છે અને તેમના માટે વધારે ઓઈલ સ્ટોક પણ કરવામાં આવી રહ્યો છે. ચીન તરફથી થયેલી હિંતક પ્રવૃત્તિના કારણે 20 ભારતીય જવાનોએ જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે 40 જેટલા જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.Iપેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલની પણ વ્યવસ્થાઓઈલ કંપનીઓ વાહનોની સાથે-સાથે હેલિકોપ્ટર્સ, જેટ ફ્યુઅલની પણ આપૂર્તિ કરી રહી છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ટ્રાન્સપોર્ટર્સે જણાવ્યું કે ઈન્ડિયન ઓઈલ જમ્મુથી રોજ 100 ટેંકર્સ લદ્દાખ તરફ મોકલે છે. જલંધર અને સંગરુર સ્ટોરેજથી પણ ડીઝલ, જેટ ફ્યુઅલ, કેરોસીન અને પેટ્રોલને કારગિલ, લેહ અને બાકી ફોરવર્ડ પોસ્ટ પર મોકલાઈ રહ્યા છે. આ તમામ ટેંકર્સ ભટિંડા (પંજાબ)ની હિન્દુસ્તાન પેટ્રોલિયમ રિફાઈનરીથી મોકલાઈ રહ્યા છે.સેના કારગિલ અને લેહમાં એપ્રિલથી જ આ વસ્તુઓનો ભંડાર શરુ કરી દે છે જેથી ભયંકર ઠંડીમાં જીવન થંભી ના જાય. મળતી વિગતો મુજબ આ વખતે ભંડારને 10-12 ટકા વધારવામાં આવ્યો છે. સેના માટે ઓઈલ સ્ટોક કરવામાં કંપનીઓને કોઈ ખાસ મુશ્કેલી પણ નથી થઈ રહી. કારણ કે આ વખતે કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો ઘરમાં છે અને ટુરિસ્ટનું આવવાનું બંધ છે. માટે ઓઈલના પ્રમાણ અંગે કોઈ પ્રશ્ન નથી.ઓઈલ કંપનીઓ ઈચ્છે કે આ વખતે મોટા પ્રમાણમાં સપ્લાય મોનસુન પહેલા કરી દેવામાં આવે. કારણ કે ચોમાસામાં જમ્મુ-શ્રીનગર-કારગિલ-લેહ અને મનાલી-લેહ રૂટ થોડો કઠીન બની જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો