એપશહેર

યુવકને હોંશિયારી ભારે પડી!, લેમ્બોર્ગિની અથડાવીને તૂટેલા પોલીસ બૂથ પાસે ફોટો પડાવ્યો પછી...

શિવાની જોષી | TNN 12 Feb 2020, 2:36 pm
Lamborghini ગીત તો તમે સૌએ સાંભળ્યું હશે. આ કાર ખરીદવાનું સપનું પણ સેવ્યું હશે. બની શકે કે એક દિવસ લેમ્બોર્ગિની ખરીદવાનું સપનું સાકાર થઈ જાય. લેમ્બોર્ગિનીની વાત નીકળી છે તો તેનું કારણ ચોક્કસ હશે. ખબર છે બેંગલુરુની. જ્યાં લેમ્બોર્ગિનીના માલિકે પોતાની ગાડી પોલીસ બૂથમાં અથડાવી. અકસ્માતના થોડા કલાકો બાદ એ જગ્યાએ જઈને ફોટો પડાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. પછી શું જોતજોતામાં તસવીર વાયરલ થઈ ગઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઘટના રવિવાર સાંજની છે. બેંગલુરુના આરટીનગરમાં રહેતો 28 વર્ષીય સમી સબરવાલ એમજી રોડથી રાજભવન તરફ જતો હતો. રસ્તામાં તેની ગ્રીન કલરની લેમ્બોર્ગિની પરથી કાબૂ ગુમાવ્યો અને તેની કાર પોલીસ બૂથમાં જઈને અથડાઈ. પોલીસ બૂથમાં 2×3 ફીટનો ખાડો પડી ગયો. સાથે જ ગાડીને પણ નુકસાન થયું. પોલીસ બૂથની અંદર રહેલું ફર્નિચર પણ તૂટી ગયું. નસીબજોગે અકસ્માત વખતે પોલીસ બૂથમાં કોઈ નહોતું.
સની સબરવાલની ગાડી ત્યાંથી પસાર થતા અને આસપાસના લોકો દોડી આવ્યા. લોકોની ભીડનો લાભ લઈને સની ફરાર થઈ ગયો. ત્યારબાદ કારચાલકને પકડવા માટે પોલીસ દ્વારા એક ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવા એકત્ર કરી રહી હતી ત્યારે તેમને જાણ થઈ કે અકસ્માત સર્જનાર વ્યક્તિએ તૂટેલા પોલીસ બૂથ પાસે ફોટો ક્લિક કરાવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે સની સબરવાલ તરીકે કારચાલકની ઓળખ કરી. પોલીસે કહ્યું, “સની આખા દેશના યંગ બિઝનેસમેન અને આંત્રપ્રિન્યોરના વ્હોટ્સેએપ ગ્રુપનો સભ્ય છે. અકસ્માત બાદના વિડીયો અને તસવીરો વાયરલ થતાં સનીને તેના ફ્રેન્ડ્સના ઉપરાઉપરી મેસેજ આવવા લાગ્યા. સનીને વાગ્યું તો નથી તે જાણવા લોકો તેને મેસેજ કરતા હતા. ત્યારે આ સવાલોનો જવાબ આપવા સની અકસ્માત થયો હતો એ પોલીસબૂથ પર પહોંચી ગયો. ત્યાં જઈને ફોટો પડાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.” સોમવારે સવારે પોલીસ સનીના આરટીનગર સ્થિત ઘધરે પહોંચી. ત્યારે પરિવારજનોએ પોલીસને સમજાવવાની કોશિશ કરી કે સની ગાડી નહોતો ચલાવતો. ત્યારે પોલીસે પરિવારને સીસીટીવી ફૂટેજ અને સનીની તસવીર બતાવી. ત્યારબાદ સની પોલીસ સમક્ષ હાજર થયો અને તેની ધરપરડ કરવામાં આવી. પોલીસે સની સામે રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધ્યો છે અને 2000 રૂપિયા દંડ ફટકાર્યો છે. ટ્રમ્પે કહ્યું હું ભારત જવા માટે ખૂબ ઉત્સાહિત છું
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો