એપશહેર

Video: શહેર સુધી પહોંચી ગયેલા દીપડાએ યુવક પર કર્યો હુમલો, કૂતરાઓએ જીવ બચાવી લીધો

Yogesh Gajjar | I am Gujarat 19 May 2020, 8:12 am
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે રસ્તાઓ સૂમસામ થઈ જતા હવે જંગલના પ્રાણીઓ પણ શહેર સુધી પહોંચી ગયા છે. આ પહેલા દિલ્હી અને અમદાવાદમાં આશ્રમ રોડ પર નીલગાય ફરતા જોવા મળી હતી, ત્યારે હવે તેલંગાણાના કેપિટલ હૈદરાબાદ શહેરમાં ધોળા દિવસે દીપડો રસ્તા પર ફરતો જોવા મળે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. હૈદરાબાદ શહેરના આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક દીપડો ધોળા દિવસે બે વ્યક્તિઓનો પીછો કરી રહ્યો છે. જીવ બચાવવા ભાગી રહેલા આ બંને વ્યક્તિ બાજુમાં પડેલા એક ટ્રકમાં ચઢવાનો પ્રયાસ કરે છે. જેમાં એક વ્યક્તિનો પગ દીપડાના મોઢા સુધી આવી જાય છે. જોકે સદનસીબે વ્યક્તિ દીપડાના સકંજામાંથી છટકીને ટ્રકમાં ચઢી જાય છે અને તેનો જીવ બચી જાય છે.આ દરમિયાન ત્યાં કૂતરાઓ પહોંચી જાય છે. દીપડો લાંબી દિવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે સફળ થતો નથી અને બધી બાજુએથી કૂતરાઓથી ઘેરાઈ જાય છે. કૂતરા સાથે ચાલેલા ઘર્ષણ બાદ તે ત્યાંથી ભાગી જાય છે. આ ઘટના ગુરુવારે સવારે બની હતી. જે દર્શાવે છે કે રસ્તાઓ પર લોકોની ભીડભાડ ઓછી થઈ જતા જંગલી પ્રાણીઓ કેવી રીતે ધીમે-ધીમે શહેરો સુધી પહોંચી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો