એપશહેર

બાપુની 150મી જયંતી, પીએમ મોદી અને સીએમ રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

Tejas Jinger | I am Gujarat 2 Oct 2019, 8:42 am
આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર પહોંચીને બાપુને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા છે. વડાપ્રધાન મોદી સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ સહિતના નેતાઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રુપાણીએ બાપુને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે. ગાંધીજીની સાથે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કરવામાં આવી રહ્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રીએ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી.
લાલ બહાદુર શાસ્ત્રીને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપીને ટ્વીટ કર્યું- તેમની સાદગી, સત્યનિષ્ઠા અને સાહસિકત નેતૃત્વ આજે પણ આખા દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત છે.
વિજય રુપાણીએ ટ્વીટ કરીને પણ ગાંધીજીને યાદ કર્યા.
ગાંધીજીએ આપણને ખુબ માર્ગદર્શન આપ્યું છેઃ CM રુપાણીપોરબંદરઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.સોનિયા ગાંધી અને મનમોહનસિંહે પણ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ વડાપ્રધાન મોદીએ યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસના ઈન્ટ્રીમ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને યાદ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો