એપશહેર

મહારાષ્ટ્રમાં ફરી બનશે ભાજપ-શિવેસેનાની સરકાર?

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના એક સ્ટેટમેન્ટથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે.

Agencies 28 Jul 2020, 8:21 pm
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલના એક સ્ટેટમેન્ટથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. મંગળવારે પાટિલ ગઠબંધન છોડી ગયેલી શિવસેના તરફ હાથ લંબાવતા જોવા મળ્યા. જોકે, મુખ્યમંત્રી પદ પર તેમણે પહેલાના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, ભાજપ આ પદ માટે કોઈ ક્ષેત્રીય પાર્ટીની સાથે ભાગીદારી નહીં કરે. તો, રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, તેમની પાસે એવો કોઈ પ્રસ્તાવ પણ નથી આવ્યો કે શિવસેનાએ તેમને નથી આપ્યો.
I am Gujarat Maharashtra


ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ સોમવારે જ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તે મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સરકાર બનાવવાના પ્રયાસમાં લાગી જાય. તે પછી મંગળવારે ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, રાષ્ટ્રીય પાર્ટી હોવાના નાતે ભાજપ મુખ્યમંત્રીનું પદની કોઈ પ્રાદેશિક પાર્ટી સાથે ભાગીદારી નહીં કરે, કેમકે જો તે એવું કરે છે તો તેણે બિહાર અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ આ જ ફોર્મ્યુલા અપનાવવી પડશે. પાટિલે એક મરાઠી સમાચાર ચેનલને કહ્યું કે, 'જો ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશના હિતમાં મહારાષ્ટ્ર યુનિટને શિવસેના સાથે ગઠબંધન કરવાનું કહે છે... હું એક વાત સ્પષ્ટ કરી દઉં કે જો બંને પાર્ટીઓ (ભાજપ અને શિવસેના) સાથે આવી જાય તો પણ અમે ભવિષ્યમાં સાથે મળીને ચૂંટણી નહીં લડીએ.'

મુખ્યમંત્રી પદને લઈને ભાજપનું વલણ સ્પષ્ટ કરતા પાટિલે કહ્યું કે, 'અમે છેલ્લા પાંચ વર્ષ શિવસેના સાથે ઘણા ઉદાર રહ્યા. ત્યાં સુધી કે 2019ની વિધાનસભા ચૂંટણી પછી અમે પાર્ટીની સાથે અને મંત્રી પદ આપવા તૈયાર હતા, પરંતુ રાષ્ટ્રીય પક્ષ હોવાના નાતે ભાજપ કોઈ પ્રાદેશિક પક્ષ સાથે મુખ્યમંત્રી પદની વહેંચણી કરશે નહીં.'

ઉલ્લેખનીય છે કે, ભાજપ અને તેના જૂના સહયોગી શિવસેનાએ 2019ની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને બંને વચ્ચે મતભેદ થયો અને શિવસેનાએ ગઠબંધનની સાથે છેડો ફાડી નાખ્યો. તે પછી શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી (એમવીએ) બનાવ્યું અને આ સરકારના મુખ્યમંત્રી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બન્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો