એપશહેર

ગંભીર બીમારીના લીધે ચાર વર્ષથી પથારીવશ હતો 23 વર્ષીય યુવક, ઓપરેશનના 24 કલાકમાં જ ચાલતો થયો

દિલ્હીનો 23 વર્ષીય મોહમ્મદ મનાગીર આલમ એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટિસથી પીડાતો હતો. સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોએ સાત કલાકની સફળ સર્જરી બાદ આલમને ફરીથી પોતાના પગ ઉપર ઊભો કર્યો છે. આ બીમારીને કારણે આલમના નિતંબધના સાંધા અને કરોડરજ્જુ એકદમ નબળા પડી ગચા હતા. જેના કારણે તે બેસી નહોતો શકતો. તે ફક્ત ટેકો લઈને ઊભો રહી શકતો અને ઊંઘી શકતો હતો.

Authored byAnuja Jaiswal | Edited byશિવાની જોષી | TNN 17 Mar 2023, 10:32 am

હાઈલાઈટ્સ:

  • સર્જરીના 24 કલાકમાં જ પોતાના પગ પર ચાલવા લાગ્યો આલમ.
  • પાંચથી વધુ વર્ષથી આલમ આ બીમારીથી પીડાતો હતો.
  • ઓપરેશન બાદ ફરી ચાલી શકતાં આલમ ખૂબ ખુશ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat hip replacement 1200
ચાર વર્ષ પછી પથારીમાંથી ઊભો થયો 23 વર્ષીય યુવક
નવી દિલ્હી: ચાર વર્ષ સુધી પથારીવશ હો અને ઓપરેશનના 24 કલાકમાં જ ચાલવા લાગો તો તે કોઈ ચમત્કારથી કમ નથી તેમ કહી શકાય. દિલ્હીનો 23 વર્ષીય મોહમ્મદ મનાગીર આલમે આવો જ ચમત્કાર અનુભવ્યો છે. આલમ એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ (Ankylosing Spondylitis)થી પીડાતો હતો. આ આર્થરાઈટિસનો એક પ્રકાર છે જેની અસર કરોડરજ્જુ અને મોટા સાંધાઓ પર જોવા મળે છે. સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરોએ સાત કલાક સુધી ઓપરેશન કરી તેના બંને હીપ રિપ્લેસ કર્યા હતા.
નોકરીમાંથી કાઢી મુકેલા કાર ક્લિનરે 15 ગાડીઓ પર એસિડ ફેંક્યો, એવો બદલો લીધો કે સ્થાનિકો ડરી ગયા

પાંચ વર્ષથી વધુ વર્ષથી પીડાતો હતો

આલમને હોસ્પિટલ લવાયો ત્યારે તેના નિતંબના સાંધા અને કરોડરજ્જુ એકદમ નબળા પડી ગયા હતા. આ બંને ભાગો એટલા ભેગા થઈ ગયા હતા કે તે યોગ્ય રીતે બેસી પણ નહોતો શકતો. તે ફક્ત ઊંઘી શકતો હતો અથવા તો ટેકો લઈને ઊભો રહી શકતો હતો. આલમ પાંચથી વધુ વર્ષથી આ બીમારીથી પીડાતો હતો અને છેલ્લા ચાર વર્ષથી તો પથારીમાં જ હતો. કથિત રીતે, સર્જરી જટિલ હોવાથી કેટલીક હોસ્પિટલોના ડૉક્ટરોએ તેની સારવાર કરવાનો ઈનકાર કર્યો હતો.

ડૉક્ટરે શું કહ્યું?

જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરના યુનિટ હેડ ડૉ. અનંત કુમાર તિવારીએ કહ્યું, "ઓસ્ટિરિયોઆર્થરાઈટિસથી પીડાતી કોઈ વ્યક્તિનું સામાન્ય રીતે હીપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે જેથી તેની પીડા ઓછી કરી શકાય. પરંતુ એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટિસના કિસ્સામાં ઓપરેશનથી ફક્ત પીડા ઓછી નથી થતી પરંતુ તેની સાથે તેની કામગીરી પણ ફરીથી શરૂ કરવા માટે ઉપયોગી છે. સાંધા જકડાઈ જતાં વ્યવસ્થિત કામ નથી કરતાં જેથી ઓપરેશન કરીને તેને ફરી કાર્યરત કરવા પડે છે."

દીકરાએ ભરણપોષણનો ખર્ચ માગતા પિતાએ DNA ટેસ્ટ કરાવવાનું કહી સાબિતી માગી, હાઈકોર્ટે કરી મહત્વની ટકોર

હીપ રિપ્લેસમેન્ટથી થાય છે લાભ

ડૉક્ટરે વધુમાં કહ્યું કે, એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટિસથી પીડાતા દર્દીઓમાં હીપ રિપ્લેસમેન્ટથી જોઈન્ટને ફરીથી સામાન્ય રીતે હલનચલન કરતાં કરી શકાય છે. સાથે જ કરોડરજ્જુની સ્થિતિ સુધારીને તેમના ચાલવા અને ઊભા રહેવાની ઢબ પણ બદલી શકાય છે. એન્કીલોઝિંગ સ્પોન્ડિલાઈટિસથી પીડાતા વ્યક્તિમાં સામાન્ય રીતે સર્જરી દરમિયાન નિતંબની આસપાસનું હાડકું કાઢી લેવામાં આવે છે કારણકે નિતંબનું સોકેટ અને બોલ ભેગા મળીને એક હાડકું બનાવી દે છે. ઈમેજ ઈન્ટેન્સિફિકેશન થકી સોકેટ એરિયાને કાળજીપૂર્વક ફરીથી બનાવવો પડે છે. "જોઈન્ટ રિપ્લેસ કર્યા પછી પણ સ્નાયુઓને કાયમી મજબૂત થવામાં મહિનાઓનો સમય લાગી શકે છે", તેમ ડૉક્ટરે ઉમેર્યું.

આલમે વ્યક્ત કરી ખુશી

અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં આલમે ફરીથી ચાલી શકવાની ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, "હવે હું ફરીથી કામ કરી શકીશ અને મારું ગુજરાન ચલાવી શકીશ. આ બીમારીને કારણે મારું હલનચલન બંધ થઈ ગયું હતું એટલે ચાર વર્ષ સુધી હું કશું નહોતો કરી શક્યો. જોકે, ડૉક્ટરોએ મને થોડા મહિના પછી કામ શરૂ કરવાની સલાહ આપી છે."

Read Next Story