એપશહેર

મહિનાઓથી ગુમ યુવતીની લાશ ખાલી ફ્લેટની દિવાલમાંથી મળી, પોલીસ પણ હચમચી ગઈ

I am Gujarat 16 Jan 2021, 2:41 pm
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કથિત રીતે પોતાની પ્રેમિકાની હત્યા કરીને લાશને પોતાના ફ્લેટની દિવાલમાં છુપાવી દીધી હતી. પોલીસે કહ્યું કે, 30 વર્ષનો આરોપી 32 વર્ષની મૃતક યુવતી સાથે રિલેશનશીપમાં હતો. પોલીસે દાવો કર્યો છે કે આરોપીએ યુવતીની હત્યા કરી કારણ કે તે લગ્ન કરવા માટે પ્રેશર કરી રહી હતી.
I am Gujarat gf
પ્રતિકાત્મક તસવીર


પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકનું હાડ પિંજર આરોપીના ફ્લેટમાંથી મળી આવ્યુ છે. પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે યુવતીને પાછલા વર્ષે ઓક્ટોબરમાં હત્યા કરવામાં આવી છે અને આરોપી તથા પીડિતા છેલ્લા પાંચ વર્ષોથી રિલેશનશીપમાં હતા. તેને છેલ્લીવાર 21 ઓક્ટોબરે આરોપી સાથે જોવાઈ હતી.

જ્યારે પીડિતાના પરિવારના સદસ્યોએ પ્રેમીને યુવતી વિશે પૂછપરછ કરી તો આરોપીએ જવાબ આપ્યો કે તે ગુજરાતના વાપી ગઈ હતી. પરંતુ યુવતી ઘણા દિવસો સુધી પાછી ન ફરતા પરિવારે આખરે પોલીસને જાણ કરી હતી. હત્યા અને અન્ય આરોપો માટે IPCની કલમ હેઠળ આરોપી પ્રેમી વિરુદ્ધ હવે કેસ નોંધવામાં આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો