એપશહેર

16 ગર્લફ્રેન્ડ્સનો ખર્ચ ઉઠાવવા યુવક બન્યો ચોર, BMW-મર્સિડિસ જેવી લક્ઝરી કાર ઉઠાવતો

I am Gujarat 15 Oct 2020, 11:54 am
કલ્પના કરો કે કોઈ વ્યક્તિની એક-બે નહીં પરંતુ 16 ગર્લફ્રેન્ડ હોય તો? આ વાત સાંભળવામાં જ તમને વિચિત્ર લાગશે પરંતુ આવું હકીકતમાં બન્યું છે. લક્ઝરી લાઈફ જીવતા એક યુવક માટે પોતાની 16 ગર્લફ્રેન્ડના ખર્ચા મહેનત કરીને ઉઠાવવા મુશ્કેલ બની ગયા. તો શરૂઆતમાં તેણે નાની-મોટી ચોરી કરવાનું શરૂ કર્યું. પરંતુ તેનાથી પણ કામ નહોતું ચાલી રહ્યું. એવામાં તેણે વધુ પૈસા મેળવવા લક્ઝરી કારની ચોરી શરૂ કરી. આ ચોર લક્ઝરી કારને પળવારમાં ચોરી કરી લેતો. બાદમાં આ કાર્સને મણિપુર અને નાગાલેન્ડમાં વેચી દીધી, પરંતુ એક ભૂલના કારણે તે ફરીદાબાદ પોલીસના હાથમાં આવી ગયો. પોલીસ તેને રિમાન્ડ પર લઈ ગઈ અને પૂછપરછમાં તેણે ચોરીના ઘણા મામલાનો ખુલાસો કર્યો.
I am Gujarat cart1


કવિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નાગેન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, મુખ્ય આરોપી રોબિનની ફરીદાબાદ પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ પર તેની પૂછપરછ કરવામાં આવી તો બાગપતના શાહનવાઝની ધરપકડ કરવામાં આવી. તેણે 5 લાખ રૂપિયામાં રોબિન પાસેથી ફોર્ચ્યુનર કાર ખરીદી હતી. પૂછપરછમાં રોબિને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યુ કે તે 2007થી ચોરી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં જગુઆર, મર્સિડિસ, બીએમડબ્લ્યૂ, ફોર્ચ્યુનર સહિત 50થી વધારે લક્ઝરી કાર ચોરી ચૂક્યો છે. મણિપુર અને નાગાલેન્ડમાં આ કારને વેચવાની વાત પણ કબૂલી છે. આરોપીએ જણાવ્યું કે તે પહેલા પણ ઘણીવાર પકડાયો છે, પરંતુ ચોરીની આદત નહોતી છોડી.

ઓન ડિમાન્ડ ચોરી કરતો હતો
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, માર્કેટમાં આવનારી ડિમાન્ડ પરની લક્ઝરી કારો પર તે વધારે હાથ સાફ કરતો હતો. એક કારને ખોલવામાં તે 10 મિનિટનો સમય લેતો હતો. આ તમામ ઘટનાઓને તે સવારના સમયે અંજામ આપતો હતો.

દરેક વખતે દેખાવ બદલતો
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, આરોપીના માથા પર વાળ નથી. એવામાં તે દરેક વખતે અલગ-અલગ વિગ લગાવીને વેશ પલટો કરી ચોરી કરતો હતો. આરોપી જ્યારે પણ ચોરી કરવા જતો હતો લક્ઝરી કારની જ ચોરી કરતો હતો. તે માત્ર 12 ધોરણ પાસ છે.

મામલાની તપાસ કરી રહી છે પોલીસપોલીસ સામે સૌથી મોટી સમસ્યા રોબિનને ટ્રેસ કરવાની હતી. સર્વિલાન્સ કામ નહોતું કરી રહ્યું. તે ઓસ્ટ્રેલિયા, દુબઈ અને કેનેડાના નંબરોથી વાત કરતો હતો. પોતાની 16 ગર્લફ્રેન્ડનો ખર્ચ ઉઠાવવા માટે તે ચોરી કરતો હતો. પોલીસ રોબિનની પૂછપરછ કરીને અન્ય મામલામાં પણ તેની સંડોવણીની તપાસ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો