એપશહેર

યુવતીની નેશનાલિટી પર એરપોર્ટ અધિકારીએ સવાલ ઉઠાવ્યા

I am Gujarat 11 Jul 2016, 10:12 am
નવી દિલ્હી: મણિપુરની એક છોકરીએ આઈજીઆઈ એરપોર્ટના એક ઈમિગ્રેશન ઓફિસરની ટિપ્પણી વિશે ફેસબુક પર પોસ્ટ મુકી છે. તેની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ માટે આરોપી અધિકારી વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ તેમજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે.
I am Gujarat manipuri girl post about the encounter with a racist immigration officer goes viral
યુવતીની નેશનાલિટી પર એરપોર્ટ અધિકારીએ સવાલ ઉઠાવ્યા


મણિપુરની મોનિકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે, આ ઘટના શનિવારે રાત્રે લગભગ નવ વાગ્યાની છે. તે દિલ્હીથી સોલ જવા માટે ઈમિગ્રેશન ડેસ્ક પર પહોંચી. ત્યાં એક અધિકારીએ તેની સાથે દુર્વય્વહાર કર્યો. મોનિકાની પોસ્ટમાં જણાવ્યા અનુસાર, ઓફિસરે તેને, સાચે તું ભારતીય છે? દેશમાં કેટલા રાજ્ય છે? મણીપુરના પાડોશી રાજ્યો કયા કયા છે? વગેરે પ્રશ્નો પુછ્યાં. અને આ દરમિયાન બીજા કાઉન્ટર પર ઉભેલી મહિલા હસી રહી હતી. મોનિકાએ અધિકારીને કહ્યું પણ કે તેને મોડું થઈ રહ્યું છે, તેને જવા દે. મોડું થવાનું કહેતાં અધિકારીએ કહ્યું કે એરક્રાફ્ટ તમનો મુકીને ક્યાંય નથી જવાનું, આરામથી જવાબ આપો.


યુવતીએ અધિકારીને કહ્યું કે તે મણીપુરની છે અને સોલમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહી છે. પરંતુ અધિકારીએ તેની વાતની કોઈ દરકાર ના કરી. બાજુના કાઉન્ટર પર ઉભેલી એક મહિલાએ તેની મજાક પણ ઉડાવી. મોનિકાએ ફેસબુક પોસ્ટના માધ્યમથી લોકોને પુછ્યું કે, શું તેણે ફરિયાદ કરવી જોઈએ? અને દરેકે તેને ફરિયાદ કરવાની સલાહ આપી છે.

મોનિકાની આ પોસ્ટને અત્યાર સુધી લગભગ દોઢ હજાર લોકો લાઈક કરી ચુક્યા છે, અને 500થી વધારે લોકોએ તેને શેર પણ કરી છે. અત્યારે મોનિકા 15 દિવસ માટે સોલમાં છે. ત્યાંથી પાછી આવીને તે કોઈ નિર્ણય લેશે.

https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fmonika.khangembam%2Fposts%2F10210562482446886&width=500

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો