એપશહેર

મન કી બાતઃ પીએમ મોદીએ કર્યો રામ મંદિર અને સરદાર પટેલનો ઉલ્લેખ

Tejas Jinger | I am Gujarat 27 Oct 2019, 11:58 am
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પર મન કી બાત કરીને દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલને યાદ કર્યા. તેમણે સરદાર પટેલે હૈદરાબાદ અને જૂનાગઢ જ નહીં પણ લક્ષદ્વિપ જેવા વિસ્તારોને ભારતમાં વિલિનિકરણનો પ્રયાસ કર્યો. તેમણે લક્ષદ્વિપ પર કબજો કરવાના પાડોશી દેશના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા. તેમણે કહ્યું કે તેઓ દરેક બાબતોને બારીકાઈથી જોતા હતા અને તેઓ મોટા વિસ્તારો જ નહીં લક્ષ્યદ્વીપ જેવા નાના વિસ્તારો માટે પણ ચિંતિત હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સરદાર પટેલના સંસ્મરણમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરી છે. આજે તે પ્રવાસનું પણ મોટું કેન્દ્ર છે. મોદીએ કહ્યું કે અમે એ વાતના સાક્ષી છીએ કે એક જ વર્ષમાં ઘણી જગ્યાએ ટુરિઝમ ડેસ્ટીનેશન બની શકે છે. તેમણે કહ્યું કે હું તમને એવો આગ્રહ કરું છું કે તમે ઓછામાં ઓછા 15 ડેસ્ટિનેશનની મુલાકાત લો.આ દરમિયાન મોદીએ એવી અપીલ કરી કે તમામ લોકો 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી પર આયોજિત રન ફોર યુનિટીમાં ભાગ લેવો જોઈએ. તેમણે કહ્યું કે આ દોડ દેશની એકતાની દોડ છે, જે ફિટ ઈન્ડિયાનો પણ સંકેત છે. મોદીએ કહ્યું કે રન ફોર યુનિટીની જાણકારી માટે પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. મોદીએ આ પ્રસંગે પહેલા શીખ ગુરુ નાનક દેવને પણ યાદ કર્યા અને કહ્યું કે પોતાના સમયમાં તેમણે પાણી બચાવવાની વાત કરી.રામ મંદિરનો પણ કર્યો ઉલ્લેખમન કી બાતમાં પીએમ મોદીએ રામ મંદિરને લઈને 2010માં આવેલા અલ્હાબાદ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ નિર્ણય પહેલા ઘણાં નિવેદનનો આપવામાં આવ્યા અને માહોલ બનાવવામાં આવ્યો. મોદીએ કહ્યું કે ઘણાં નિવેદનો આવ્યા હતા. દેશનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરાઈ હતી. પણ, હવે નિર્ણય આવ્યો તો તેને બધાએ સ્વીકાર્યો. સંતો ઘણું સંભાળીને બોલ્યા અને માહોલ ખરાબ ના થયો.પીએમ મોદીની સ્થાનિક વસ્તુઓ ખરીદવાની અપીલમોદીએ કહ્યું કે સ્થાનિક વસ્તુઓ ખરીદવી જોઈએ. કોઈ વસ્તુ ગામમાં મળતી હોય તો તાલુકામાં અને તાલુકામાં મળતી હોય તો જિલ્લામાં જવાની જરુર નથી. હું તમને આગ્રહ કરું છું કે આપણે લોકોએ સ્થાનિક વસ્તુઓ ખરીદવી જોઈએ. મહાત્મા ગાંધીની જયંતી પર તેમના સપનાને આ રીતે પૂરા કરી શકીએ છીએ.BSFના જવાનોએ સરહદ પર કરી દિવાળીની ઉજવણી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો