એપશહેર

સુશાંત કેસની CBI તપાસ ગુજરાત કેડરના આ અધિકારીને સોંપાઈ

મનોજ શશિધર ગુજરાત આઈબીમાં એડિશન DG તેમજ વડોદરાના પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી તરીકે પણ ફરજ બચાવી ચૂક્યા છે

I am Gujarat 6 Aug 2020, 9:18 pm
અમદાવાદઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે . જેની તપાસ ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશિધરને સોંપવામાં આવી છે. બિહાર સરકારની માંગણી બાદ કેન્દ્ર સરકારે બુધવારે આ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો છે.
I am Gujarat manoj shashidhar gujarat cadre ips officer to probe sushant singh rajput case
સુશાંત કેસની CBI તપાસ ગુજરાત કેડરના આ અધિકારીને સોંપાઈ


સુશાંત કેસની તપાસ માટે CBI દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને ગુજરાત કેડરના IPS ઓફિસર મનોજ શશિધર હેડ કરશે. ટીમને સુપરવાઈઝ કરવાનું કામ DIG ગનનદીપ ગંભીરને સોંપવામાં આવ્યું છે જ્યારે અનિલ યાદવ ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે.


ગુજરાત કેડરના 1994 બેચના IPS ઓફિસર મનોજ શશિધર ખુબજ કડક અને ચપળ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરીમાં જ તેમને સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

CBIમાં આવ્યા પહેલા મનોજ શશિધર ગુજરાત આઈબીમાં એડિશન DG તરીકે કામ કરતા હતા. આ પહેલા તેઓ વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી, અમદાવાદના જોઈન્ટ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો