એપશહેર

વાંદરાને પડી ગઈ હતી દારૂની આદત, હવે મળી ઉંમરકેદની સજા!

Hitesh Mori | TNN 20 Jun 2020, 5:44 pm
સુમિત શર્મા, કાનપુરઃ કાનપુર ઝૂમાં એક વાંદરાને ઉંમરકેદની સાજા મળી છે. કલુઆ નામના આ વાંદરો છેલ્લા ત્રણ વર્ષથી કાનપૂર ઝૂમાં બંધ છે. કલુઆને દારૂ અને માંસ ખુબ પસંદ હતું. આ વાંદરાનો ઉછેર એક તાંત્રિકે કર્યો હતો. તાંત્રિક વાંદરાને દરરોજ દારૂ અને માંસ ખવડાવતો હતો.તાંત્રિકના મોત બાદ વાંદરાને દારૂ અને માંસ મળવાનું બંધ થઈ ગયું. ત્યાર બાદ વાંદરો એટલો આક્રમક થઈ ગયો કે તેણે મહિલાઓને બાળકોને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કરી દીધું. જિલ્લા હોસ્પિટલની ઓપીડીના આંકડાઓ મુજબ કલુઆએ 250 લોકોને બાઈટ કરી ચૂક્યો છે. જેમાં એક બાળકનું મોત થઈ ગયું હતું.કાનપુર ઝૂની ટીમ ત્રણ વર્ષ પહેલા તેને મીરઝાપુરથી પકડી લાવી હતી. ત્રણ વર્ષ પછી પણ તેના વ્યવહારમાં કોઈ ફેરફાર આવ્યો નથી. મીરઝાપુરમાં આ વાંદરો દારૂની દુકાનો બહાર, દારૂ ખરીદનારા પર નજર રાખતો હતો. ત્યાર બાદ તે ખરીદનારા પર હુમલો કરી દારૂ લઈ જતો હતો.તાંત્રિકે કર્યો હતો તેનો ઉછેરકાનપુર ઝૂના અધિકારી મોહમ્મદ નાસિરે જણાવ્યું કે આ વાંદરાના હુમલાને કારણે એક બાળકનું મોત થઈ ગયું હતું. અધિકારીઓનું કહેવું છે કે જો તેને છુટો મુકવામાં આવે તો રહેણાંક વિસ્તારમાં જઈને લોકોને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં હવે તેને જીવનભર ઝૂની અંદર પાંજરામાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read Next Story