એપશહેર

આતંકીઓએ કાશ્મીરમાં BJPના 3 નેતાઓની કરી હત્યા, સેનાએ શરૂ કર્યું સર્ચ ઑપરેશન

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ BJP નેતાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા કે જ્યાં ઈલાજ દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું છે.

I am Gujarat 29 Oct 2020, 10:24 pm
I am Gujarat w7
ગોવિંદ ચૌહાણ, શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તા સતત આતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે. ગુરુવારે સાંજે કુલગામમાં ઘરે પરત ફરી રહેલા BJPના કુલ 3 નેતાઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો. ગોળી વાગતા આ ત્રણેય BJP નેતાઓના મોત થયા છે. પોલીસ અને સેનાએ તે સમગ્ર વિસ્તારમાં ઘરે-ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, BJP યુવા મોર્ચાના મહાસચિવ ફિદા હુસૈન તેમના બે સાથીઓ ઉમર રમઝાન અને હારુન બેગની સાથે ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. હુમલો કર્યા બાદ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ BJP નેતાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા કે જ્યાં ઈલાજ દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું છે.

હવે પોલીસ અને સેના સાથે મળીને તે વિસ્તારના એક-એક ઘરની તપાસ કરી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ એક વ્હીકલ પર બેસીને આવ્યા હતા. તેઓ BJP નેતાઓ પર ગોળીબાર કરીને ત્યાંથી ભાગી ગયા હતા. અહીં નોંધનીય છે કે આ પહેલા પણ કાશ્મીરમાં આતંકવાદીઓ ઘણાં BJP નેતાઓ પર હુમલા કરી ચૂક્યા છે. જેના કારણે ડરીને કેટલાંક BJP નેતા પોતાના પદ પરથી રાજીનામુ પણ આપી ચૂક્યા છે.

Read Next Story