એપશહેર

મોદી સરકાર 'મંદી' સ્વીકારતી નથી: મનમોહન સિંહ

વિપુલ પટેલ | Agencies 19 Feb 2020, 11:44 pm
નવી દિલ્હી: અર્થવ્યવસ્થાની સ્થિતિને પગલે મોદી સરકારને સવાલોના ઘેરામાં લેતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે કહ્યું કે, વર્તમાન સરકાર ‘મંદી’ શબ્દને સ્વીકારતી નથી અને વાસ્તવિક ખતરો એ છે કે, જો સમસ્યાઓની ઓળખ નહીં કરવામાં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વાસપાત્ર ઉકેલ શોધાવાની શક્યતા નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialમોન્ટેક સિંહ અહલુવાલિયાના પુસ્તક ‘બેકસ્ટેજ’ના વિમોચન પ્રસંગે લોકોને સંબોધિત કરતા સિંહે કહ્યું કે, યોજના પંચના પૂર્વ ઉપાધ્યક્ષે યુપીએ સરકારની સારી બાબતો સાથે જ તેની નબળાઈઓ અંગે પણ લખ્યું છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, ‘મને લાગે છે કે આ મુદ્દાઓ પર ચર્ચા થશે અને તેના પર ચર્ચા થવી જોઈએ, કેમકે આજે એવી સરકાર છે, જે મંદી જેવા કોઈ શબ્દનો સ્વીકાર કરતી નથી. મને લાગે છે કે તે આપણા દેશ માટે સારું નથી.’તેમણે કહ્યું કે, ‘જો તમે એ સમસ્યાઓની ઓળખ નથી કરતા, જેનો સામનો તમે કરી રહ્યા છો, તે તમને સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વાસપાત્ર ઉકેલ મળવાની શક્યતા નથી. આ સાચો ખતરો છે.’ સિંહે કહ્યું કે, આ પુસ્તક દેશના વિકાસ માટે ઘણી મદદરૂપ બનશે.સિંહે 1990ના દાયકામાં અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમને સમર્થન આપવા માટે પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને અહલુવાલિયા દ્વારા નિભાવાયેલી ભૂમિકાની પ્રશંસા કરી અને તેઓ વિવિધ વર્ગના અવરોધ છતાં સુધારાઓને પૂરો કરવામાં સફળ થઈ શક્યા.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો