એપશહેર

અનફીટ અને ભ્રષ્ટ કર્મચારીઓ માટે મોદી સરકારે આપ્યો આ મહત્વપૂર્ણ આદેશ

કેન્દ્ર સરકાર ભ્રષ્ટ અને અનફીટ કર્મચારીઓને શોધીને તેમને નિવૃત્ત કરશે.

I am Gujarat 31 Aug 2020, 2:46 pm
કેન્દ્ર સરકારે પોતાના તમામ વિભાગોના ફરજ પરના એવા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડ્સની સમીક્ષા કરવા કહ્યું છે, જે નોકરીમાં 30 વર્ષ પૂરા કરી ચૂક્યા છે. સરકારે આ નિર્દેશ એટલા માટે આપ્યો છે, જેથી અનફીટ અને ભ્રષ્ટ સ્ટાફને શોધીને તેમને જનહિતમાં સમય પહેલા જ નિવૃત્ત કરી શકાય. આ જાણકારી રવિવારે સમાચાર એજન્સી PTIએ પર્સનલ મિનિસ્ટ્રી (કાર્મિક મંત્રાલય)ના આદેશના મારફતે આપી.
I am Gujarat bribe 2


આદેશ મુજબ, સ્પષ્ટ છે કે આ નિયમો અંતર્ગત સરકારી કર્મચારીઓને સમય પહેલા સેવાનિવૃત્તિ આપવી સજા નથી. આ 'અનિવાર્ય સેવાનિવૃત્તિ'થી અલગ છે જે કેન્દ્રિય સિવિલ સેવા નિયમ, 1965ના અંતર્ગત ઉલ્લેખિત છે.

ગાઈડલાઈન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર કોઈ સરકારી કર્મચારીની ઉંમર 50/55 વર્ષ થવા અથવા 30 વર્ષની સેવા પૂરી કરી હોય તેમના રેકોર્ડની તપાસ કરશે. આવા કર્મચારીઓના અનફીટ કે ભ્રષ્ટ હોવાની પર તપાસ કરવામાં આવશે. આ બાદ આવા કર્મચારીઓને જનહિતમાં સમય પહેલા નિવૃત્ત કરી શકે છે.

કેન્દ્રિય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972ના મૌલિક નિયમ (એફઆપ) 56 (જે) અને 56 (આઈ) તથા નિયમ 48 (1)(બી) અંતર્ગત કર્મચારીઓના કામની સમીક્ષા કરવામાં આવે છે. આ નિયમ યોગ્ય સત્તા શાસનને કોઈ સરકારી કર્મચારીને જનહીતમાં જરૂરી લાગતા નિવૃત્ત કરવાનો 'સંપૂર્ણ અધિકાર' આપે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો