એપશહેર

ચોમાસું વિદાય લઈ રહ્યું છે, 59 વર્ષ પછી કર્યું આટલું મોડુંઃ હવામાન વિભાગ

Tejas Jinger | TNN 10 Oct 2019, 8:00 am
અમિત ભટ્ટાચાર્ય, નવી દિલ્હીઃ દેશમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું હવે પાછું ફરી રહ્યું છે. દેશમાં સામાન્ય ચોમાસા કરતા આ વખતે 40 દિવસ મોડું આવ્યું. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ 1960 પછી આવું રહેલી વખત થયું છે, જ્યારે ચોમાસું મોડું પાછું ફરી રહ્યું હોય. બુધવારે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી ચોમાસું પાછું ફરી રહ્યું ગયું હોવાની જાહેરાત કરી. હવામાન વિભાગે જણાવ્યું કે આ વખતે ઉત્તર ભારતના અન્ય ભાગો અને મધ્ય ભારતમાંથી ચોમાસું પાછું ફરી રહ્યું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ પહેલા 1961માં આવું થયું હતું જ્યારે, ચોમાસું 1 ઓક્ટોબરે પાછું ફરવાનું શરુ કર્યું હતું. આ વર્ષે દેશના ઘણાં ભાગોમાં લાંબા સમય સુધી ચોમાસું સક્રીય રહ્યું. બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેસરના કારણે ચોમાસું લાબા સમય સુધી એક્ટિવ રહ્યું.બુધવારે અમદાવાદ શહેરના કેટલાક ભાગોમાં થયો હતો વરસાદહવામાન વિભાગનું કહેવું છે કે, હવે બે દિવસમાં દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું પાછું ફરવાનું શરુ કરશે. આ પછી આગામી બે દિવસમાં મધ્ય ભારતમાંથી ચોમાસું પાછું ફરશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મૃય્યુંજય મોહપાત્રાએ કહ્યું, “ચોમાસું પાછું ફરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે, હવે કહી શકાય કે તે જલદી પાછું જશે.”મોહપાત્રાએ કહ્યું કે હવાઓની દિશા બદલાવવાની સાથે ઉત્તર ભારતમાં ભેજ ઓછો થશે અને તાપમાન ઘટશે. સામાન્ય રીતે ચોમાસું પાછું ફરવાની શરુઆત પશ્ચિમ રાજસ્થાનથી થાય છે, અને પછી ધીરે-ધીરે તે દોઢ મહિનામાં તે મધ્ય ભારત સુધી પહોંચી જાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો