એપશહેર

તૂટેલા પાટા પર આવતી હતી ટ્રેન, પળવારમાં જ પોતાનો લાલ અંડરવિઅર બતાવી દુર્ઘટના ટાળી

અમૃતસરથી હાવડા જઈ રહેલી એક પાર્સલ ટ્રેન ગ્રામીણની સૂઝબૂઝના કારણે દુર્ઘટનાનો શિકાર બનવાથી બચી ગઈ હતી. તૂટેલા પાટા જોઈને ગામના જ એક વ્યક્તિએ પોતાનો લાલ અંડરવિઅર બતાવીને ટ્રેનને રોકી હતી. પાર્સલ ટ્રેનના એક કોચમાં આર્મીના જવાનો પણ હતાં. સૂચના પછી તૂટેલા પાટાને યોગ્ય કરવા માટે રેલવેની ટીમ પહોંચી હતી.

I am Gujarat 29 Aug 2020, 4:23 pm
મુરાદાબાદઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જંક્શનથી થોડે જ દૂર પર એક વ્યક્તિએ પોતાની સૂઝબૂઝનો પરચો આપ્યો હતો અને અમૃતસરથી આવી રહેલી પાર્સલ ટ્રેનને અટકાવી હતી. પોતાનો લાલ અંડરવિઅર બતાવીને આ વ્યક્તિએ પાર્સલ ટ્રેન અટકાવી હતી. ટ્રેનના ડ્રાઈવરે જ્યારે એ વ્યક્તિને ટ્રેન અટકાવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જે જણાવ્યું એ સાંભળીને ડ્રાઈવરના હોશ ઉડી ગયા હતાં. તે વ્યક્તિએ જણાવ્યું કે, આગળ રેલના પાટાઓ તૂટેલા છે. જે પછી આ ઘટનાની જાણકારી રેલ વિભાગને આપવામાં આવી હતી. જાણકારી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી રેલવેની ટીમે પાટાને ફરી યોગ્ય કર્યા હતા અને પાર્સલ ટ્રેનને આગળ રવાના કરી હતી.
I am Gujarat moradabad villager stopped parcel train by showing his red underwear
તૂટેલા પાટા પર આવતી હતી ટ્રેન, પળવારમાં જ પોતાનો લાલ અંડરવિઅર બતાવી દુર્ઘટના ટાળી


તણખા ઝર્યા અને જોવા મળ્યા તૂટેલા પાટા
ચંદ્રસેન સૈની નામના ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, જ્યારે તેઓ સવારે પોતાના ગાય-ભેંસને ચરાવવા માટે લઈ આવ્યા હતાં ત્યારે જ રેલવે લાઈન પર એક માલગાડી પસાર થઈ હતી. માલગાડીના પૈડાઓમાંથી જોરજોરથી અવાજ આવી રહ્યો હતો અને તણખાં ઝરતા હતાં. જ્યારે તેણે પાસે જઈને જોયું તો રેલના પાટાઓ તૂટેલા હતાં. એ પહેલા કે ચંદ્રસેન કોઈ સુધી આ જાણકારી પહોંચાડી શકે તે પહેલા તો તેણે મુરાદાબાદ તરફથી એક પાર્સલ ટ્રેનને તે પાટા પર આવતી જોઈ હતી.

ડ્રાઈવરે મારી ઈમરજન્સી બ્રેક
ટ્રેન આવતી જોઈને કોઈ મોટી દુર્ઘટનાના ડરથી ચંદ્રસેને તરત જ પોતાનો લાલ અંડરવિઅર બતાવીને ટ્રેનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લાલ અંડરવિઅર ડ્રાઈવરને બતાવવાનો શરુ કર્યો. ટ્રેનના ડ્રાઈવરે તેનો ઈશારો જોયો અને ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી હતી. જોકે, થોડો ભાગ તો ટ્રેનના પાટા પર આવી જ ગયો હતો. જોકે, ચંદ્રસેનની સૂઝબૂઝના કારણે એક મોટી દુર્ઘટના થતા બચી હતી. પાર્સલમાં ટ્રેનમાં એક ડબ્બો મિલિટરીનો પણ હતો. જેમાં આર્મીના કેટલાક સૈનિકો પણ હતાં.

ગાર્ડનો જીવ પણ થયો હતો અદ્ધર
આ દુર્ઘટનાથી બચ્યા પછી આર્મી જવાનો અને રેલ વિભાગના અધિકારીઓએ ચંદ્રસેનનો આભાર વ્યક્ત કર્યો અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. ટ્રેનમાં ડ્યૂટી પર રહેલા ગાર્ડ પણ ગભરાયેલા લાગતા હતાં. તેમણે જણાવ્યું કે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવવામાં આવી હતી. આ પાર્સલ ટ્રેન છે. ટ્રેનમાં કેટલા આર્મી સૈનિકો હતા તે જાણ નથી પરંતુ રેલવેની ટીમ તૂટેલા પાટાને વ્યવસ્થિત કરી અને પાર્સલ ટ્રેનને આગળ રવાના કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો