એપશહેર

પુરીના જગન્નાથ મંદિરમાં 404 સેવાદાર અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ

આટલી મોટી સંખ્યામાં કોરોના ચેપના કેસ બાદ શ્રી જગન્નાથ મંદિરમાં સેનેટાઈઝેશન કરવાનું કામ શરૂ કર્યું છે.

I am Gujarat 29 Sep 2020, 4:15 pm
પુરીઃ ઓડિશાના જગન્નાથપુરી મંદિરમાં હંગામો મચ્યો છે. અહીં, મંદિરના 351 સેવાદારો અને 53 કર્મચારીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આટલી મોટી સંખ્યામાં કોરોના ચેપના કેસ બાદ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજેટીએ) એ મંદિરમાં સેનેટાઈઝેશન કરવાનું કામ શરૂ કર્યું છે.
I am Gujarat more than 404 jagannath puri temple odisha workers test coronavirus positive
પુરીના જગન્નાથ મંદિરમાં 404 સેવાદાર અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ


શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના સંચાલક અજય જેનાએ જણાવ્યું હતું કે 12મી સદીના મંદિરમાં કુલ 404 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. તેમણે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં સેવાદરો અને કર્મચારીઓની ગેરહાજરી હોવા છતાં ભગવાન જગન્નાથના કર્મકાંડ ચાલુ છે, પરંતુ તેમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે.

અનુષ્ઠાનના જાણકારોની અછત
COVID-19ના કારણે માર્ચમાં કરવામાં આવેલા જગન્નાથ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જે હજુ સુધી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું નથી. અધિકારીઓએ કહ્યું કે જે સેવકોનો કોરોનાનો ચેપ લાગ્યો છે તે તમામ હોમ આઈસોલેશનમાં જ છે. તેમના હોમ આઈસોલેશન થયા બાદ મંદિરમાં પૂજા-પાઠ અને અનુષ્ઠાનના જાણકારોની અછત થઈ ગઈ છે.

આવી રીતે થાય છે નુકસાન
ઓછામાં ઓછા 13 પુજારીઓ એક જૂથમાં મળીને ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથની વિધિ કરે છે. તેથી, અન્ય સેવાદરો સિવાય 39 પૂજારોની ઉપસ્થિતિ દૈનિક ધાર્મિક વિધિ કરવી જરૂરી છે, જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે.

ધાર્મિક વિધિઓ સવારથી મોડી રાત સુધી ચાલે છે
પુરી મંદિરની વિશિષ્ટતા એ છે કે ધાર્મિક વિધિઓ એકબીજા સાથે જોડાયેલી છે. ધાર્મિક વિધિઓ વહેલી સવારે શરૂ થાય છે અને મોડી રાત સુધી ચાલે છે. જગન્નાથ સંસ્કૃતિ સંશોધનકાર ભાસ્કર મિશ્રાએ કહ્યું કે જો કોઈ ધાર્મિક વિધિ કરવામાં ન આવે તો તેની આગળની ધાર્મિક વિધિ મંદિરની પરંપરા મુજબ ન કરી શકાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો