એપશહેર

થિયેટરમાં રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પર બેસી રહ્યા કેટલાંક દર્શકો, થયો વિવાદ

I am Gujarat 30 Oct 2019, 5:13 pm
બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં આવેલા એક થિયેટરમાં રાષ્ટ્રગીત દરમિયાન કેટલાંક દર્શકો તેમની બેઠક પરથી ઊભા નહીં થતા વિવાદ થયો. થિયેટરમાં હાજર અન્ય દર્શકોએ પણ રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પરથી ઊભા નહીં થયેલા લોકો સાથે બબાલ કરી. આખરે આ લોકોને સિનેમા હૉલ છોડીને બહાર જવું પડ્યું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોમવારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆ ઘટના તારીખ 23 ઓક્ટોબરની છે, એક થિયેટરમાં તમિલ ફિલ્મનો શૉ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર કેટલાંક દર્શકો રાષ્ટ્રગીત દરમિયાન તેમની સીટ પરથી ઊભા થયા નહીં અને બેસી રહ્યા. આ જોઈને અન્ય દર્શકો તેઓને ‘પાકિસ્તાની આતંકવાદી’ કહેવા લાગ્યા. રાષ્ટ્રગીત દરમિયાન પોતાની સીટ પરથી ઊભા નહીં થયેલા આ દર્શકોને લોકોએ તેનું કારણ પૂછ્યું. આખરે જે લોકો રાષ્ટ્રગીત દરમિયાન તેમની સીટ પરથી ઊભા નહોતા થયા તેઓને થિયેટરની બહાર જવું પડ્યું.
બે મિનિટના આ વિડીયોમાં ‘ભારત માતાકી જય’ અને ‘ક્યા તુમ પાકિસ્તાની હો જેવા’ નારા સાંભળવા મળ્યા. અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તારીખ 30 નવેમ્બર, 2016ના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સિનેમા હૉલમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય છે. બાદમાં સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં બદલાવ કરતા જણાવ્યું હતું કે સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાન નથી.

Read Next Story