એપશહેર

લોકોને ચૂનો લગાવતા ગઠિયા પાસેથી 58 લાખનો તોડ કરવા પહોંચેલી પોલીસ સાથે દાવ થઈ ગયો

I am Gujarat 21 Dec 2020, 12:49 pm
ભોપાલઃ પોલીસ પર તોડ પાણી કરવાના આરોપ પહેલાથી લાગતા રહ્યા છે. પૈસાની લાલચમાં જબલપુર સાઈબર સેલ પોલીસે સમગ્ર રાજ્યનું નાક કપાવી નાખ્યું. લોભામણી સ્કીમના આરોપી પાસેથી સાઈબર સેલના 2 SI અને 1 કોન્સ્ટેબલ પૈસા પડાવવા દિલ્હી ગયા હતા. પરંતુ આરોપીએ SIની નોઈડામાં ગન છીનવી લીધી. આ બાદ આખી ગેમ પોલીસ પર જ ઊંધી પડી ગઈ. સાથે જ મામલો બધાની સામે આવી જતા હવે સાઈબર સેલની જ ફજેતી થઈ રહી છે.
I am Gujarat scam


હકીકતમાં લોભામણી સ્કીમના સંચાલકના સેક્ટર-18માં સ્થિત ICICI બેંકમાં સ્થતિ ફ્રીઝ એકાઉન્ટમાં 58 લાખ રૂપિયા એમપી પોલીસની સ્ટેટ સાઈબર સેલ પડાવવા ઈચ્છતી હતી. તેનાથી ગુસ્સે થયેલા આરોપીના સાથીઓએ પોલીસની ગન લૂંટી લીધી. નોઈડા સેક્ટર-20ના પોલીસ સ્ટેશનને આ મામલામાં સાઈબર ક્રાઈમ ટીમના સબ ઈન્સ્પેક્ટર રાશિદ પરવેજ ખાન, પંકજ સાહૂ અને કોન્સ્ટેબલ આસિફ ખાનની ધરપકડ કરી છે. સાથે જ સ્કીમના સંચાલક સૂર્યભાન યાદવ અને શશિકાંત યાદવની પણ ધરપકડ કરી છે.

પૈસા પડાવવા ઈચ્છતી હતી ટીમ
એમપી સાઈબર સેલની ટીમ સ્કીમના સંચાલક સૂર્યભાનના સંપર્કમાં 15 ડિસેમ્બરથી હતી. આથી તેને ધમકાવીને ત્રણ દિવસની અંદર 28.70 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાંથી 4.70 લાખ રૂપિયા મધ્યપ્રદેશના પીડિત ચંદ્રકેતુ દુબેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. સૂર્યભાનના વિટકોઈન, એથર, વિટકોઈને કેશ એકાઉન્ટમાંથી ટીમે જબરજસ્તી 24 લાખ રૂપિયા પીડિત ચંદ્રકેતુ દુબેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

કોન્સ્ટેબલના એકાઉન્ટમાં પણ પૈસા નાખ્યા
જ્યારે સાઈબર સેલના SIએ કોન્સ્ટેબલ આસિફ ખાનના એકાઉન્ટમાં પણ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પહેલા સાઈબર ટીમે પીડિત ચંદ્રકેતુનું પોર્ટલ બનાવવાનું કહીને નોઈડા મોકલી હતી. સાઈબર ટીમ લોભામણી સ્કીમના સંચાલકને સતત ધરપકડનો ડર બતાવીને તેની પાસેથી પૈસાની માગણી કરી રહી હતી.

આરોપીએ મિત્ર પાસેથી 3 લાખ લઈને આપ્યાધરપકડથી બચવા માટે આરોપી સૂર્યભાન યાદવે ઈંદિરાપુરમના એક પાર્ક પાસે મિત્ર પાસેથી 3 લાખ કેશ લઈને ટીમને આપ્યા હતા. તેણે દિલ્હીના નિઝામુદ્દીન પાસે મિત્ર મનોજ તિવારી પાસેથી પણ 1.70 લાખ રૂપિયા લીધા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો