એપશહેર

હિંદુ દેવી-દેવતા પર કથિત કૉમેન્ટ કરનારા કોમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી ફગાવાઈ

મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી ફગાવી છે.

I am Gujarat 28 Jan 2021, 5:08 pm
ઈન્દોરઃ મધ્યપ્રદેશ હાઈકોર્ટે હિંદુ દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણી મામલે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી ફગાવી છે. ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દેશમાં સૌહાર્દ અને ભાઈચારો જાળવી રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે અને તેમાં કોઈ છૂટ આપી ન શકાય. ફારુકીની જામીન અરજી પર 25 જાન્યુઆરીના રોજ સુનાવણી થઈ હતી. જોકે, કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગુરુવારે કોર્ટે નિર્ણય સંભળાવતા જામીન અરજી ફગાવી હતી.
I am Gujarat mp high court rejects bail plea of munawwar faruqui accused of making inappropriate comments against hindu gods
હિંદુ દેવી-દેવતા પર કથિત કૉમેન્ટ કરનારા કોમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી ફગાવાઈ


મુનવ્વર ફારુકીએ રાખ્યો પોતાનો પક્ષ
25 જાન્યુઆરીના રોજ કોર્ટમાં સુનાવણીમાં વકીલ વિવેક તન્ખાએ મુનવ્વર ફારુકી તરફથી પોતાનો પક્ષ રાખ્યો હતો. પોતાની અરજીમાં ફારુકીએ કહ્યું હતું કે તેનું કોઈ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ જ ઈરાદો નહોતો. તે બધા જ ધર્મોનું ખૂબ જ સન્માન કરે છે. તેણે કહ્યુ હતું કે પોલીસની તપાસ અને ટ્રાયલમાં ખૂબ જ સમય લાગશે. જેથી તેને જામીનનો લાભ પણ આપવો જોઈએ. તો, શાસન તરફથી કહેવામાં આવ્યું છે કે ફારુકી વિરુદ્ધ ધાર્મિક લાગણીને ઈજા પહોંચાડવાના અનેક કેસ બીજા રાજ્યોમાં પણ થયા છે. ફારુકીની હરકતથી સામાન્ય લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેને જામીન ન આપવા જોઈએ.

27 દિવસથી જેલમાં છે ફારુકી
હિંદુ દેવી દેવતાઓ ભગવાન રામ-સીતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટીપ્પણીઓ કરવાના આરોપમાં સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીને ઈન્દોર પોલીસે પહેલી જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. જેના પર ઈન્દોરના 56 દુકાનમાં આયોજિત કોમેડી શોમાં અભદ્ર ટીપ્પણીઓ કરવાનો આરોપ છે. જેને લઈને બીજેપીના સ્થાનીક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડે પોલીસમાં કેસ દાખલ કર્યો છે.

Read Next Story