એપશહેર

'નોકરીમાં મજા નથી આવતી' પ્રાઈવેટ નોકરીમાંથી રાજીનામું આપીને શરુ કર્યો દારુનો ધંધો

એવું કહેવાય છે કે જ્યારે રુપિયાની લાલચ માણસ પર હાવી થઈ જાય છે ત્યારે તે બધું જ ભૂલીને ખરાબ રસ્તે પણ ચડી જાય છે. આવી જ એક ઘટના ઔરંગાબાદ જિલ્લામાં દારુની તસ્કરીને લઈ સામે આવી છે.

I am Gujarat 14 Mar 2021, 10:52 pm
આકાશ કુમાર, ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં જલદી જ ધનિક બનવાની લાલચમાં એક યુવકે પોતાની નોકરી છોડી દીધી અને દારુનો ધંધો કરવા લાગ્યો હતો. દારુના ગેરકાયદેસર ધંધામાં અઢળક રુપિયા જોઈને યુવકે પ્રાઈવેટ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું અને દારુની હેરાફેરી કરવા લાગ્યો હતો. પોલીસે ભણેલા-ગણેલા આ યુવકને દારુ સાથે ઝડપ્યો હતો અને તેની બાઈક પણ જપ્ત કરી લીધી હતી.
I am Gujarat nalandas young man manish quit his job and started smuggling liquor arrested in aurangabad with 9 bottles of liquor
'નોકરીમાં મજા નથી આવતી' પ્રાઈવેટ નોકરીમાંથી રાજીનામું આપીને શરુ કર્યો દારુનો ધંધો


થેલામાં 9 બોટલ રાખીને જતો હતો ડિલિવરી કરવા
મળેલી જાણકારી અનુસાર, આરોપી યુવકની ઓળખ નાલંદા જિલ્લાના રહેવાસી મનીષ તરીકે થઈ છે. આરોપી મનીષ પહેલા પ્રાઈવેટ નોકરી કરતો હતો પરંતુ તેને એવું લાગતું હતું કે વધારે મહેનત કરવા છતાં પણ જે પગાર આવે છે તે ઓછો છે. જે પછી તેણે દારુ વહેંચવાનું નક્કી કર્યુ હતું. આરોપી યુવક બાઈક દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દારુની હેરાફેરી કરવા લાગ્યો હતો. આ જ રીતે મનીષ પોતાની બાઈક પર સવાર થઈને દારુની 9 બોટલ રાખીને ડિલિવરી કરવા જઈ રહ્યો હતો.

પોલીસે પીછો કરીને ઝડપ્યો
ઉત્પાદક વિભાગના સીનિયર ઈન્સ્પેક્ટર નિધિએ જણાવ્યું કે એરકા ચેકપોસ્ટ પર દારુનો વેપલો કરનાર બિઝનેસમેનની ધરપકડને લઈને વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઝારખંડના હરિહરગંજથી આવતા એક બાઈકસવારને રોકાવાનો ઈશારો કર્યો હતો. જોકે, તે યુવક ભાગી છૂટ્યો હતો. પોલીસે તાત્કાલીક તેનો પીછો કર્યો અને તેની તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેની પાસેથી 9 બોટલ દારુની મળી આવી હતી.

હરિહરગંજથી દારુ ખરીદી પટના લઈ જતો હતો યુવક
નિધિએ જણાવ્યુ કે પકડાઈ ગયેલો યુવક મનીષ નાલંદાનો મૂળ નિવાસી છે અને પટના કદમ કુંવા સ્થિત ભિખના પહાડીમાં રહે છે. પકડાઈ ગયેલા યુવકે જણાવ્યું કે આ દારુને તે હરિહરગંજથી ખરીદીને પટના લઈ રહ્યો હતો. એસઆઈએ જણાવ્યું કે યુવકની ધરપકડ કરીને તેની બાઈક જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read Next Story