એપશહેર

CM-PM તરીકે વડાપ્રધાન મોદીએ પૂરા કર્યા 20 વર્ષ, અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન

'ગઠબંધનની સરકારને કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા, વિદેશ નીતિ અને આર્થિક નીતિ નબળી પડી'

I am Gujarat 7 Oct 2020, 4:07 pm
નવી દિલ્હીઃ મુખ્યમંત્રીથી લઈને વડા પ્રધાન સુધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે આજે 20 વર્ષ પૂર્ણ કર્યા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષોથી ગઠબંધનની સરકારને કારણે દેશની વિદેશ નીતિને આર્થિક મોરચે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે આનાથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને ગરીબોને ફક્ત વોટબેંકો માનવામાં આવી.
I am Gujarat narendra modi completes 20 yrs as a cm the pm
CM-PM તરીકે વડાપ્રધાન મોદીએ પૂરા કર્યા 20 વર્ષ, અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન


ગૃહમંત્રી શાહે કહ્યું કે આજે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે આજે 20 વર્ષ પૂર્ણ કર્યા. તેમણે કહ્યું, 'જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હતી. તેઓ મુખ્યમંત્રી બન્યાના 10 વર્ષ પછી પણ કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હતી.'

શાહે કહ્યું, 'આ કારણોસર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા, વિદેશ નીતિ અને આર્થિક નીતિ નબળી પડી. ગરીબોને માત્ર વોટબેંકો માનવામાં આવતા હતા. તેનાથી લોકશાહીમાં લોકોને અવિશ્વાસ થયો.

મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ 7 ઓક્ટોબર 2001 ના રોજ શરૂ કર્યો હતો. 2002, 2007 અને 2012 માં તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન, મોદીએ 2014 ની લોકસભાની ચૂંટણી લડ્યા અને દેશના વડા પ્રધાન બન્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો