એપશહેર

કોલસા કૌભાંડ: રુંગટાને ચાર-ચાર વર્ષની જેલ

I am Gujarat 5 Apr 2016, 1:45 am
એજન્સી નવી દિલ્હી
I am Gujarat national 321
કોલસા કૌભાંડ: રુંગટાને ચાર-ચાર વર્ષની જેલ


એક ખાસ કોર્ટે કોલ બ્લોક ફાળવણી કૌભાંડ કેસમાં ઝારખંડ ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ (જેઆઇપીએલ)ના ડિરેક્ટરો આર. સી. રુંગટા અને આર એસ રુંગટાને ચાર-ચાર વર્ષના કારાવાસની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમને દરેકને ~ પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારવો પડશે. સીબીઆઇના ખાસ જજ ભારત પરાશરે ઝારખંડમાં કોલસાનું બ્લોક ફાળવવામાં સરકારને છેતરવા બદલ તેમને દોષિત ઠેરવ્યા હતા અને આ સજા સંભળાવી હતી. કોર્ટે આ કેસમાં કંપની જે આઇપીએલ પર પણ ~ ૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો. હાલમાં કોર્ટમાં કોલસા કૌભાંડમાં અનેક કેસો ચાલી રહ્યા છે તેમાં કોઇને પહેલી વખત સજા પડી હોય તેવો આ પ્રથમ કેસ છે.

પોતાના ૧૩૨ પાનાંના ચુકાદામાં કોર્ટે ઠરાવ્યું હતું કે આરોપીઓનો ઇરાદો સરકારને છેતરવાનો હતો તે ફલિત થયું છે. આ ઉપરાંત સીબીઆઇએ તપાસ કરી હોય તેવા ૧૯ કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. એ ઉપરાંત ઇડી દ્વારા તપાસ કરવામાં આવેલા અન્ય બે કેસો પણ કોર્ટમાં છે. કારાવાસના પ્રમાણ અંગે દલીલો દરમિયાન રૂંગટાએ જજ પાસેથી હળવી સજાની માગણી કરી હતી. તેમનો દાવો હતો કે તેમના કારણોસર કોઇ યોગ્ય બિડરને તેના હક્કોથી વંચિત ન થવા જોઇએ. તેમણે કહ્યું હતું કે મુખ્ય ગુનેગાર કંપની છે કોઇ વ્યક્તિ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો