એપશહેર

VIDEO: ઘર પાસે જોવા મળ્યો 20 KGનો અજગર, મહિલાએ હાથે પકડી થેલીમાં ભરી દીધો

Hitesh Mori | I am Gujarat 12 Dec 2019, 8:49 pm
અંદાજીત 20 કિલોના અજગરને હાથને પકડીને બેગમાં ભરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ટ્વિટર પર હરિંદર સિક્કાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં એક મહિલા જીવતા અજગરને બેગમાં ભરતી જોવા મળી રહી છે. ટ્વિટરમાં વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે, ’20 કિલોના અજગરને નેવીના એક વરિષ્ઠ અધિકારીની પત્નીએ જીવતો પકડી લીધો’ તેમણે વધુમાં લખ્યું કે કેટલા લોકો આવું કરી શકે. 20 Kg python caught alive by wife of senior Navy officer. Leave aside women, wonder how many men can show such guts. I love my Navy. pic.twitter.com/6XNUBvE7MU — Harinder S Sikka (@sikka_harinder) December 11, 2019 કહેવામાં આવી રહ્યું છે કે અજગરને ઈરનાકુલમ વિસ્તારના એક ઘરની પાછળ ઝાડ નીચે જોવા મળ્યો હતો ત્યાર બાદ નેવી ઓફિસરની પત્ની વિદ્યાએ અજગરને પકડી લીધો અને એક થેલીમાં નાંખ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો