એપશહેર

'હિત જોખમમાં હશે તો ભારત પોતાની જમીન સાથે સાથે વિદેશમાં ઘુસીને પણ લડશે'

TNN 26 Oct 2020, 10:19 am
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે વિજયાદશમી નિમિત્તે ચીન અને પાકિસ્તાનને જોરદાર સંદેશ આપ્યો છે. ચીન સાથે એલએસી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે, ડોવલે રવિવારે સંતોના મેળાવડાને સંબોધન કરતાં કહ્યું કે ન્યુ ભારત નવી રીતે વિચારે છે અને અમે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશી ધરતી પર પણ લડીશું. જ્યાં પણ આપણે દેશ હિતમાં ભય જોશું ત્યાં આપણે પ્રહાર કરીશું.
I am Gujarat nsa ajit doval says india will fight on our soil as well as on foreign soil if it becomes the source of a security threat
'હિત જોખમમાં હશે તો ભારત પોતાની જમીન સાથે સાથે વિદેશમાં ઘુસીને પણ લડશે'


ડોભાલે કહ્યું કે આપણે યુદ્ધ તો કરીશું, પોતાની જમીન પર પણ કરીશું અને બહારની જમીન ઉપર પણ કરીશું પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું. NSA ડોભાલે કહ્યું કે ભારત એક સભ્ય દેશ છે, જેનું અસ્તિત્વ અનાદિકાળથી છે. તેઓએ કહ્યું કે ભારત ભલે 1947માં અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનના વખાણ સમગ્ર વિશ્વ હંમેશાથી કરતું આવ્યું છે.

અજિત ડોભાલે કહ્યું કે, ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઈ ધર્મ કે ભાષાના વાડામાં બંધાયું નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઈશ્વરનો અંશ ઉપસ્થિત છે આ ભાવનો પ્રચાર પ્રસાર થયો. ભારતને એક દેશ તરીકે મજબૂત ઓળઅ અપાવવા અને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું. ભારતમાં અલગ અલગ સમય પર સંતોએ ભારતના રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાની અગત્યની ભૂમિકા નિભાવી છે.

NSA અજિત ડોભાલના નિવેદન પર સરકાર તરફથી સ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે એનએસએનું નિવેદન ચીનને લઈ નથી આપવામાં આવ્યું પરંતુ ભારતની આધ્યાત્મિક વિચારધારા પર આપવામાં આવ્યું છે. જોકે ડોભાલના આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત કોઈ પણ દેશથી ડરનારો દેશ નથી અને યુદ્ધની કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે.

Read Next Story