એપશહેર

પ્રવાસી મજૂરો માટે ખુશખબર, 50 હજાર મકાન બનાવશે સરકારી ઓઈલ કંપનીઓ

ઓઈલ ક્ષેત્રની સરકારી કંપનીઓ 50 હજાર મકાન બનાવવાની તૈયારીમાં છે. આ મકાનોમાં પ્રવાસી મજૂરો સામાન્ય ભાડું આપીને રહી શકે છે.

Agencies 11 Oct 2020, 11:16 pm
નવી દિલ્હી: કોરોના કાળમાં સૌથી વધુ મુશ્કેલી સહન કરનારા પ્રવાસી મજૂરો માટે ખુશખબર છે. ઓઈલ ક્ષેત્રની સરકારી કંપનીઓ તેમના માટે 50 હજાર મકાન બનાવવાની તૈયારીમાં છે. આ મકાનોમાં પ્રવાસી મજૂરો સામાન્ય ભાડું આપીને રહી શકશે. પેટ્રોલિયમ મંત્રાલયે ઈન્ડિયન ઓઈલ કોર્પ જેવી સરકારી કંપનીઓને એ કામ કરવા કહ્યું છે. તે પ્રવાસી મજૂરોને ઓછા ભાડે મકાન અપાવવાની સરકારી યોજનાનો ભાગ છે.
I am Gujarat Housing
પેટ્રોલિયમ મંત્રાલય ઈચ્છે છે કે, તેના આધિન જેટલી પણ સરકારી કંપનીઓ છે, તે પોતાની જમીન પર પ્રવાસી મજૂરો માટે મકાન બનાવે. (પ્રતિકાત્મક તસવીર)


મામલાની જાણકારી રાખતા ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલય ઈચ્છે છે કે, તેના આધિન જેટલી પણ સરકારી કંપનીઓ છે, તે પોતાની જમીન પર પ્રવાસી મજૂરો માટે મકાન બનાવે. તેમાં આઈઓસી ઉપરાંત હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (HPCL), ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (BPCL), ગેલ ઈન્ડિયા લિમિટેડ અને ઓએનજીસી સામેલ છે.

મકાન માટે જગ્યા શોધવાનું શરૂ
આ મામલે તાજેતરમાં એક મીટિંગ થઈ હતી, જેમાં આ અધિકારી પણ સામેલ હતા. તેમનું કહેવું છે કે, આ બેઠકની અધ્યક્ષતા ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કરી. તેમણે કંપનીઓને બને તેટલું જલદી તેના માટે યોજના બનાવવા કહ્યું છે. મંત્રાલયે 5 ઓક્ટોબરે આ મીટિંગ વિશે ટ્વીટ કરી હતી. મંત્રાલય તરફથી નિર્દેશ મળ્યા બાદ કંપનીઓએ પોતાના યુનિટની નજીક એવા સ્થળોની તપાસ શરૂ કરી દીધે છે, જ્યાં પ્રવાસી મજૂરો માટે મકાન બનાવી શકાય.

જોકે, કેટલીક કંપનીઓના અધિકારીઓને સરકારની આ યોજનામાં તર્ક નથી દેખાતો. તેમનું કહેવું છે કે, રિફાઈનરીઓની નજીક જમીન નથી હોતી અને તેમને નવા મકાન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પાઈપલાઈન જેવા પ્રોજેક્ટ્સ દૂર અંતરિયાળ વિસ્તારોમાં સ્થિત હોય છે, જ્યાં પ્રવાસી મજૂરો ભાડે રહેવા નહીં ઈચ્છે.

મંત્રાલયે પાંચ ઓક્ટોબરે બેઠક અંગે ટ્વીટ કરી હતી, જેમાં કહેવાયું હતું કે, વડાપ્રધાન સસ્તા મકાનની યોજના અંતર્ગત ઓઈલ અને ગેસ કંપનીઓનું કામ કરતા પ્રવાસી તેમજ શહેરી ગરીબોને ભાડે મકાન આપવાની દિશામાં જાહેર ઉપક્રમો દ્વારા કરાયેલા પ્રયાસોની સમીક્ષા કરવા માટે પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રાલય થતા આવાસ તેમજ શહેરી મામલાના મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક કરી.

ભારતમાં કોઈપણ સરકારની એજન્સી પાસે પ્રવાસી મજૂરોની કુલ સંખ્યાનો આંકડો નથી. જોકે, સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, 25 માર્ચએ લોકડાઉન કરાયું તે પછીથઈ લગભગ એક કરોડ પ્રવાસી મજૂરો શ્રમિક સ્પેશિયલ ટ્રોનો, બસોથી અને પગપાળા પોતાના ઘરે પાછા ફર્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો