એપશહેર

પ્રિન્સિપલ દંપતીએ બે દીકરીની હત્યા કરી કહ્યું-સોમવારથી સતયુગ ચાલુ થાય છે, જીવતી થશે!

પિતા પ્રોફેસર-માતા પ્રિન્સિપલ પણ 'સતયુગ-કળયુગ'ના ચક્કરમાં દીકરીઓની ત્રિશૂળથી કરી હત્યા

I am Gujarat 25 Jan 2021, 8:26 pm
અમરાવતીઃ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તંત્ર મંત્રના ચક્કરમાં મર્ડર કરવાની સનસનાટી મચાવી દેતી ઘટના સામે આવી છે. ચિત્તૂર ગામમાં માતાપિતાએ પોતાની બે દીકરીઓની કથિત રીતે એ આશામાં હત્યા કરી કે કળિયુગ સતયુગમાં ફેરવાઈ જશે અને દૈવી શક્તિથી થોડા જ કલાકોમાં તે જીવતી થશે. પોલીસે જણાવ્યું કે છોકરીઓના માતાપિતા બન્ને ઉચ્ચ શિક્ષિત છે. પછી પણ શા માટે તેમણે આવું પગલું ઉઠાવ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. માતા અને પિતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
I am Gujarat other cities believing in divine power the parents killed their two daughters
પ્રિન્સિપલ દંપતીએ બે દીકરીની હત્યા કરી કહ્યું-સોમવારથી સતયુગ ચાલુ થાય છે, જીવતી થશે!


સહકર્મચારીને ફોન કરીને આપી જાણકારી
પોલીસે જણાવ્યું કે, બન્ને દીકરીઓની હત્યા કર્યા પછી પિતાએ પોતાના જ એક કર્મચારીને ફોન કરીને આ બાબતની જાણકારી આપી હતી. જે પછી સહકર્મચારીએ તરત જ પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી. જ્યારે પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દંપતી બેભાન હાલતમાં હતાં. પોલીસને શક છે કે પરિવાર થોડા સમયથી કેટલીક રહસ્યમયી ગતિવિધિઓ કરતા હતાં.

માતાએ કરી બન્ને દીકરીઓની હત્યા
મદનપલ્લીના ડીએસપી રવિ મનોહરચારી અનુસાર, યુવતીઓની માતાએ બન્નેની હત્યા કરી. એક દીકરીની હત્યા પહેલા તેનું મુંડન પણ કરવામાં આવ્યું હતું. પિતા ત્યાં ઉભા ઉભા બધું જ જોતા હતા અને માતાએ જ કથિત રીતે હત્યા કરી છે. તેમના જણાવ્યાનુસાર નાની દીકરીને પહેલા ત્રિશૂળથી હત્યા કરવામાં આવી અને પછી મોટી દીકરીની ડંબેલ્સથી હત્યા કરવામાં આવી.

પિતા સરકારી કોલેજમાં તો માતા સ્કૂલમાં પ્રિન્સિપલ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દંપતીની યોજના મરી જવાની હતી પરંતુ પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયાં. વી.પુરુષોત્તમ નાયડૂ (Msc.PhD) મદનપલ્લીમાં સરકારી મહિલા ડિગ્રી કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છે. તો કોલેજના વાઈસ પ્રિન્સિપલ પણ છે. તો તેમના પત્ની પોસ્ટ ગ્રેજ્યુએશન અને સ્વર્ણપદક વિજેતા છે. જે એક સ્થાનિક પ્રાઈવેટ સ્કૂલના પ્રિન્સિપલ છે.

લોકડાઉનમાં ઘરમાં જ હતી દીકરીઓ
તેમની મોટી દીકરી એલિકખ્યા (27) ભોપાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી અને નાની દીકરી સાઈ દિવ્યા (22) એ.આર.રહેમાનના કેએમ સંગીત એકેડમીમાં હતી. કોરોના વાયરસને ધ્યાનમાં લઈ લગાડવામાં આવેલા લોકડાઉન પછીથી આ બન્ને દીકરીઓ માતાપિતા સાથે જ રહેતી હતી.

પિતાએ કહ્યું-એક દિવસની રાહ જુઓ, દીકરીઓ જીવીત થશે
ડીએસપીએ કહ્યું કે માતા-પિતાએ તેને કહ્યું કે એક દિવસની રાહ જુએ, તેની દીકરીઓ જીવતી થઈ જશે. મનોહરચારીએ જણાવ્યું કે પરિવાર સુશિક્ષિત હતો અને આશ્ચર્યની વાત છે કે તેમણે આવું પગલું ઉઠાવ્યું છે. પોલીસે દંપતીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ શરુ કરી છે.

પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા મૃતદેહ
ફોરેન્સિક ટીમ આસપાસના કેમેરાની તસવીરો તપાસ કરીને એ શોધવાની કોશિશ કરી રહી છે કે શું પરિવાર સિવાય પણ કોઈ અન્ય વ્યક્તિની આ ઘટનામાં સંડોવણી તો નથી ને! તેમણે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને આ અંગે વધુ તપાસ ચાલું છે.

Read Next Story