એપશહેર

PM મોદીને મળેલી 2700 ગિફ્ટની ઑનલાઈન હરાજી, 200 રૂપિયાથી શરૂઆત

Shailesh Thakkar | I am Gujarat 14 Sep 2019, 5:17 pm
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગત એક વર્ષમાં મળેલી ભેટ-સોગાદોની ઑનલાઈન હરાજી શરૂ થઈ ગઈ છે. PMએ ટ્વીટ કરી જણાવ્યું કે, આ ઈ-હરાજીથી પ્રાપ્ત થનારી રકમનો ઉપયોગ ‘નમામિ ગંગે’ પ્રૉજેક્ટ માટે કરવામાં આવશે. PMને મળેલા આ સ્મૃતિ ચિહ્નો રાષ્ટ્રીય આધુનિક કળા સંગ્રહાલય, જયપુર હાઉસ દિલ્હીમાં 14 સપ્ટેમ્બરથી 3 ઑક્ટોબર 2019 સુધી સવારે 11થી સાંજે 8 વાગ્યા સુધી જોઈ શકાય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે વડાપ્રધાનને મળેલી ગિફ્ટ્સના એક્ઝિબિશન અને ઈ-હરાજીનું શનિવાર ઉદઘાટન કર્યું. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં શૉલ, પાઘડિયો અને જેકેટ્સ સહિત 2700થી વધુ ભેટોની શનિવારથી લઈને ત્રણ ઑક્ટોબર સુધી http://www.pmmementos.gov.in પર હરાજી કરવામાં આવી રહી છે. પટેલે જણાવ્યું કે, સ્મૃતિ ચિહ્નોની સૌથી ઓછી કિંમત 200 રૂપિયા અને સૌથી વધુ 2.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (NGMA)માં સવારે 11 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી લોકો માટે ‘સ્મૃતિ ચિહ્ન’ નામથી આશરે 500 સ્મૃતિ ચિહ્નોનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. પટેલે જણાવ્યું, ‘જે સ્મૃતિ ચિહ્ન પ્રદર્શિત છે તેને દર સપ્તાહે બદલવામાં આવશે. ગિફ્ટ્સમાં પેંટિંગ્સ, મેમેન્ટો, મૂર્તિયો, શૉલ, પાઘડી, જેકેટ અને પારંપારિક સંગીત વાદ્યયંત્ર છે.’ મોદીએ પોતે આ પ્રયાસની પ્રશંસા કરી છે અને આમાં ભાગ લેવા માટે લોકોને અનુરોધ કર્યો છે. વડાપ્રધાને ઈ-હરાજી વેબસાઈટની લિંક ટેગ કરતા ટ્વીટ કર્યું, ‘જે થઈ રહ્યું છે, તેમાં મને હંમેશાંથી વિશ્વાસ રહ્યો છે. ગત એક વર્ષમાં મને જેટલા પણ ઉપહાર અને મેમેન્ટો મળ્યા છે તેની હરાજી આજથી શરૂ થઈને ત્રણ ઑક્ટોબર સુધી થશે.’

Read Next Story