એપશહેર

ઓક્સફર્ડની કોરોના વેક્સીનની ટ્રાયલમાં થઈ હતી ચૂક, ભારત માટે મહત્વનો છે મામલો

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનથી સમગ્ર દુનિયાને ઘણી આશા છે. પરંતુ, તેની ટ્રાયલમાં એક ચૂક થઈ હોવાનું બહાર આવતા એક્સપર્ટસ તેના ડેટાને શંકાની નજરે જોઈ રહ્યા છે.

I am Gujarat 26 Nov 2020, 4:30 pm
એક કપ કરતા પણ સસ્તી કિંમતની હોવાનું કહેવાતી ઓક્સફર્ડની કોરોના વેક્સીન સામે સવાલ ઊભા થયા લાગ્યા છે. એસ્ટ્રાજેનેકાએ આ સપ્તાહે જ દાવો કર્યો હતો કે, વેક્સીન 90% સુધી અસરકારક છે. જોકે, કંપનીએ હવે માની લીધું છે કે, કેટલાક લોકોને અપાયેલા વેક્સીનના ડોઝમાં ભૂલ થઈ હતી. તેનાથી વેક્સીનના પ્રભાવને લગતા ડેટા સામે સવાલ ઊભા થઈ ગયા છે. હવે એક્સપર્ટ પૂછી રહ્યા છે કે, શું એડિશનલ ટેસ્ટિંગમાં આ ડેટા જળવાઈ રહેશે કે વધુ ઓછા થશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એસ્ટ્રાજેનેકાથી જે ચૂક થઈ છે, તેનાથી પરિણામો પર તેમનો વિશ્વાસ ઓછો થયો છે. ભારતની દ્રષ્ટિએ પણ આ મોટા અહેવાલ છે, કેમકે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ જ વેક્સીનને 'કોવિશીલ્ડ'ના નામથી લાવવાની તૈયારીમાં છે. જો યુકેમા ટ્રાયલ ડેટા પર પેચ ફસાયો તો ભારતમાં વેક્સીન ઉપલબ્ધ થવામાં મોડું થઈ શકે છે.
I am Gujarat Oxford Corona Vaccine


એસ્ટ્રાજેનેકાએ વેક્સીનને લઈને શું દાવો કર્યો હતો?
સોમવારે સવારે એસ્ટ્રાજેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મળીને બનાવેલી કોરોના વેક્સીનના વચગાળાના પરિણામો જાહેર કર્યા હતા. ડોઝની સ્ટ્રેન્થની દ્રષ્ટિએ વેક્સીન 90% કે 62% અસરકારક જણાવાઈ હતી. ડેવલપર્સ મુજબ, સરેરાશ એફેક્સી 70% હતી. પરંતુ થોડી વાર પછી ડેટા સામે સવાલ થવા લાગ્યા. જે ડોઝ પેટર્નથી 90%% સુધી વેક્સીન અસરકારક સાબિત થઈ રહી હતી, તેમાં પાર્ટિસિપન્ટ્સને પહેલા અડધો ડોઝ અપાયો અને મહિના પછી પૂરો ડોઝ અપાયો. બે ફુલ ડોઝવાળી પેટર્ન એટલી અસરકારક સાબિત નહોંતી રહી.

એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે, 2,800થી થોડા ઓછા લોકોને ઓછા ડોઝ અપાયા હતા, જ્યારે કે, લગભગ 8,900 લોકોને ફુલ ડોઝ મળ્યા. સવાલ ઉઠવા લાગ્યા કે, અલગ-અલગ ડોઝની અસરમાં આટલા ફરક કેમ છે? તે ઉપરાંત ઓછા ડોઝમાં વદુ અસર કઈ રીતે થઈ? એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડના રિસર્ચર્સએ કહ્યું કે, તેમને એ નથી ખબર કે, આવું કેમ થયું. કેટલીક જરૂરી જાણકારી પણ નથી આપવામાં આવી. કંપનીએ કહ્યું હતું કે, શરૂઆતનું એનાલિસિસ 131 સિપ્ટોમેટિક કોવિડ કેસો પર આધારિત હતું, પરંતુ એ ન જણાવ્યું કે, પાર્ટિસિપન્ટ્સના કયા ગ્રુપ (શરૂઆતના ડોઝ, રેગ્યુલર ડોજ અને પ્લેસીબો)માં અલગ-અલગ કેટલા દર્દીો મળ્યા. કન્ફ્યૂઝન ત્યારે વધી ગયું, જ્યારે એ સામે આવ્યું કે, એસ્ટ્રાજેનેકાને બ્રાઝીલ અને બ્રિટનના બે અલગ-અલગ ડિઝાઈનવાળા ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટા ભેગા કરી દીધા છે. સામાન્ય રીતે દવાઓ અને વેક્સીનના ટ્રાયલ્સમા આવું કરવામાં આવતું નથી.

એક ચૂક જે હવે સાબિત થઈ શકે છે વરદાન
વેક્સીન ડેટા સામે ઉભા થયેલા સવાલો વચ્ચે એસ્ટ્રાજેનેકાના શેર ઘટવાના શરૂ થયા તો કંપનીના અધિકારીઓએ ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ્સનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. એવી ઘણી વાતો સામે આવી જેણે વધુ શંકા ઊભી કરી. જાણવા મળ્યું કે, કંપનીએ કોઈ પાર્ટિસિપન્ટને અડધો ડોઝ આપવાનું નહોંતું વિચાર્યુ. ટ્રાયલ દરમિયાન એક મિસકેલ્ક્યુલેશનનું પરિણામ એ થયું કે, પાર્ટિસિપન્ટ્સને અડધો ડોઝ જ આપવામાં આવ્યો. તેને પગલે રિસર્ચર્સ એક અલગ ડોઝ પેટર્ન સુધી પહોંચી શક્યા. એક્સપર્ટસ તેને 'ઉપયોગી ભૂલ' તો કહી રહ્યા છે, પરંતુ કંપનીએ શરૂઆતમાં આ ભૂલની જાણકારી નહોંતી આપી, તેના કારણે તેના ઈરાદા શંકાના ઘેરામાં આવી ગયા છે.

ઓક્સફર્ડની વેક્સીનથી સૌથી વધારે આશા, પરંતુ...વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના વેક્સીન માટે 50% એફેક્સીનો માપદંડ રાખ્યો છે, તેના પર તો ઓક્સફર્ડ વેક્સીન ખરી ઉતરી છે. પરંતુ, તાજેતરના ઘટનાક્રમે વેક્સીનને લઈને શંકાની સ્થિતિ ઊભી કરી દીધી છે. ફાઈઝર, મોડર્ના કે રશિયાની Sputnik V વેક્સીનની સરખામણીએ ઓક્સફર્ડની વેક્સીન ઘણા મામલે વધુ સારી હોવાનું જણાવાઈ રહ્યું હતું. .એક તો તેની કિંમત ઘણી ઓછી છે. બીજું કે, તેનું સરળતાથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ શકે છે. ત્રીજું કે, તેને ખૂબ સરળતાથી સ્ટોર અને ડિસ્ટ્રીબ્યૂટ કરી શકાય છે. એક્સપર્ટસ માની રહ્યા છે કે, વેક્સીન બનાવવામાં એસ્ટ્રાજેનેકાનો ઓછો અનુભવ આ સમગ્ર પ્રકરણનું કારણ બન્યો. કંપની પોતાની ટેસ્ટિંગ પ્રોસેસને લઈને પણ સવાલોના ઘેરામાં રહી છે. સપ્ટેમ્બરમાં એક પાર્ટિસિપન્ટ બીમાર પડતા વેક્સીનની ટ્રાયલ રોકવી પડી હતી.

Read Next Story