એપશહેર

જેસલમેર બોર્ડર પાસે 'અભ્યાસ' કરી રહ્યું છે પાકિસ્તાની સૈન્ય?

I am Gujarat 28 Sep 2016, 2:30 pm
વિમલ ભાટિયા, જેસલમેર
I am Gujarat pakistan army exercising near border adjoining jaisalmer
જેસલમેર બોર્ડર પાસે 'અભ્યાસ' કરી રહ્યું છે પાકિસ્તાની સૈન્ય?


ઉરી હુમલા બાદ પાકિસ્તાનની આર્મી અને એર ફોર્સ જેસલમેર પાસે આવેલી બોર્ડરથી 15-20 કિલોમીટર દૂર ‘યુદ્ધાભ્યાસ’ શરૂ કર્યો છે. બોર્ડરની પાસે પાકિસ્તાન આર્મીના વ્હિકલની મુવમેન્ટ અને અન્ય ગતિવિધિઓની માહિતી મળી છે. આ યુદ્ધાભ્યાસ 22 સપ્ટેમ્બરે શરૂ કરાયો હતો અને 30 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં સૈન્યના 15,000 અને એરફોર્સના 300 લોકો જોડાયા છે. આ યુદ્ધાભ્યાસના કારણે BSFની બોર્ડરની આસપાસ નજર રાખવાનું કામ વધારવામાં આવ્યું છે.

તટસ્થ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનની આર્મીની આર્ટિલરી અને આર્મ્ડ ફોર્સે એક સાથે આ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ પણ આ અભ્યાસનો રિવ્યૂ કરવા માટે જેસલમેર પાસે બોર્ડર પર પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કરાંચીની 5 કોર, મુલ્તાન 2 સ્ટ્રાઈક કોર અને 205 બ્રિગેડ આ યુદ્ધાભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન અંદરના ભાગમાં નવા મોર્ચા અને સુરક્ષાબંધી બનાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની સૂચના પણ મળી છે.

સૂચના મુજબ, આ યુદ્ધાભ્યાસમાં નવા ઉપકરણોનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. ભારે ભરખમ ટેન્ક બ્રિગેડની સાથે આ વિસ્તારમાં પાકિસ્તાની ફાઈટર જેટ વિમાનોની ગતિવિધિઓ પણ જોવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ યુદ્ધાભ્યાસ જેસલમેરના કિશનગઢ બુલ્ઝની બીજી તરફ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના આ વિસ્તારમાં રાહીમેર ખાન, ઘોટાકી, શાદી કા બાદ, મીરપુર અને મેન્થોલો વિસ્તારની આસપાસ છે.

ઈન્ટરનેશનલ બોર્ડરથી માત્ર 15થી 20 કિલોમીટર દૂર આટલું મોટો યુદ્ધ અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવાના કારણે ભારતીય સેના અને BSFએ તે તરફ નજર રાખવાનું વધારી દીધું છે. ભારતીય સેના પાકિસ્તાન આર્મીની મુવમેન્ટ પર પણ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર પોસ્ટની આસપાસ કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ દેખાયા હતા. નોંધનીય છે કે ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ખાસ્સી વધી ગઈ છે. એવામાં પાકિસ્તાની સેનાની સ્ટ્રાઈક કોરનો રણમાં આવો યુદ્ધાભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ભારે ટેંકોની મુવમેન્ટની સૂચના પણ સેના દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવે તેના માટે મજબૂર કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો