બાંદા: ઉત્તરપ્રદેશના ઝાંસીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરવા બાબતે પંચાયતે કન્યાને વિચિત્ર આદેશ આપ્યો છે. આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે જ્યારે પંચાયત બેસાડવામાં આવી તો કન્યાને ગોબર ખાવાનો અને ગૌમૂત્ર પીવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો. આ સિવાય શુદ્ધતાની વાત કરીને વરરાજાના પરિવારને રૂપિયા 5 લાખનો દંડ ફટકારતા કહ્યું કે જો તેઓ દંડ નહીં ભરે તો તેઓને સમાજમાં સામેલ નહીં કરવામાં આવે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઆ ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા જિલ્લા વહીવટ અધિકારી અને પોલીસે ચેતવણી આપી કે કોઈએ પણ પંચાયતના આદેશનું પાલન કરવાનું કહ્યું છે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઝાંસી શહેરના ભૂપેશે 3 વર્ષ પહેલા આસ્થા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ સમાજના લોકોએ ભૂપેશના પરિવારનો બહિષ્કાર કર્યો હતો. આ કારણે પરેશાન થઈ રહેલા ભૂપેશના પરિવારજનોએ શુક્રવારના રોજ સમાજની પંચાયત બોલાવી હતી. પ્રતીકાત્મક તસવીરપંચાયતે આ પરિવારને સમાજમાં સામેલ કરવા માટે 5 લાખ રૂપિયાનો દંડ અને કન્યાને ગોબર ખાવાનો તેમજ ગૌમૂત્ર પીવાનો આદેશ આપ્યો હતો. પૈસાની વ્યવસ્થા કરીને શનિવારના રોજ આ આદેશનો અમલ થવાનો હતો ત્યાં જ કોઈએ પોલીસને આ વાતની જાણ કરી. પોલીસ અને જિલ્લા વહીવટ અધિકારીએ ઘટનાસ્થળે પહોંચીને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. અમદાવાદઃ લૉ ગાર્ડન ખાઉગલીનો નવો અંદાજ, ‘હેપ્પી સ્ટ્રીટ’માં પહેલા જ દિવસે જામી ભીડ
આંતરજ્ઞાતીય લગ્ન, યુવતીને ગોબર ખાવાનો અને ગૌમૂત્ર પીવાનો આદેશ
Navbharat Times 9 Feb 2020, 5:01 pm