એપશહેર

પાર્સલ લઈને દરવાજાની બહાર ઉભો હતો ફૂડ ડિલિવરી બોય, પાલતુ શ્વાન એવો ઘૂરક્યો કે ત્રીજા માળેથી કૂદકો મારી દીધો

હૈદરાબાદમાં એક ફૂડ ડિલિવરી બોય ત્રીજા માળેથી નીચે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ડિલિવરી બોય પાર્સલ લઈને કસ્ટમરના ઘરની બહાર ઉભો હતો અને ત્યારે તેમના પેટ ડોગે ભસવાની શરુઆત કરી. તે ડિલિવરી બોયની પાછળ દોડી રહ્યુ હતું. ગભરાઈને ડિલિવરી બોયે કંઈ જ વિચાર્યા વગર ત્રીજા માળેથી કૂદકો મારી દીધો.

Edited byZakiya Vaniya | TNN 14 Jan 2023, 3:25 pm

હાઈલાઈટ્સ:

  • ડિલિવરી બોયની પાછળ પડ્યો કસ્ટમરનો પાલતુ શ્વાન.
  • શ્વાનથી ગભરાઈને ડિલિવરી બોયે કૂદકો મારી દીધો.
  • માથામાં ઈજા થવાને કારણે ICUમાં દાખલ કરવામાં આવ્યો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat german shephard
પ્રતિકાત્મક તસવીર
હૈદરાબાદ- એક પાલતુ શ્વાનના ઘૂરકિયાએ ફૂડ ડિલિવરી બોયને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડિલિવરી બોય કસ્ટમરના ઘરની બહાર ફૂડ પાર્સલ લઈને ઉભો હતો અને રાહ જોઈ રહ્યો હતો. તે સમયે એકાએક પાલતુ શ્વાન એવો ભસ્યો કે ગભરાઈને ડિલિવરી બોયે ત્રીજા માળેથી કૂદકો મારી દીધો. તેને માથાના ભાગમાં ઈજા થઈ છે. જે કસ્ટમર માટે તે પાર્સલ લઈને આવ્યો હતો તે જ હોસ્પિટલ પણ લઈ ગયો. જો કે પોલીસે બેદરકારી બદલ તેની અટકાયત પણ કરી છે.
રસ્તા પર ચાલતા ચાલતા યુવકનું નસીબ ચમકી ગયું, કચરાના ઢગલામાંથી મળ્યો લાખોની કિંમતનો હીરો
ઈજાગ્રસ્ત ડિલિવરી બોયની સ્થિતિ જોખમથી બહાર છે, પરંતુ હજી પણ તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના બુધવારના રોજ બની હતી. ફૂડ ડિલિવરી બોયનું નામ મોહમ્મદ રિઝવાન છે અને તેની ઉંમર 23 વર્ષ છે. બનજારા હિલ્સ વિસ્તારમાં આવેલા રોડ નંબર 6 પર આવેલી એક ઈમારતમાં કે શોભના નામના કસ્ટમરના ઘરે તે ફૂડ પાર્સલ આપવા માટે પહોંચ્યો હતો.

રિઝવાને પોલીસને જણાવ્યું કે, મેં દરવાજો ખોલ્યો અને તરત જ 11 વર્ષીય જર્મન શેફર્ડ મારી તરફ દોડીને આવ્યો. તે સતત ભસી રહ્યો હતો. શ્વાનને જોઈને હું ડરી ગયો અને પાછળની તરફ ભાગવા લાગ્યો. શ્વાન મારી પાછળ દોડી રહ્યો હતો. મને કંઈ સમજ ના પડી અને ડરના કારણે કંઈ પણ વિચાર્યા વગર ત્રીજા માળેથી કૂદકો મારી લીધો.

વિધિનો ખેલ!! એકબીજાથી 900 કિમી દૂર રહેતા જુડવા ભાઈઓ એક સાથે મોતને ભેટ્યા!
પોલીસે જણાવ્યું કે, શોભનાએ નીચે જઈને જોયું કે રિઝવાન જમીન પર લોહીલુહાણ સ્થિતિમાં પડ્યો છે. તેને ખૂબ ઈજા થઈ હતી. તાત્કાલિક તેને NIMSમાં લઈ જવામાં આવ્યો. રિઝવાનને માથાના ભાગમાં ઈજા થઈ હોવાને કારણે તે ગંભીર સ્થિતિમાં હતો. પરંતુ અત્યારે તેની સ્થિતિ સ્થિર છે અને ચિંતાની કોઈ વાત નથી. રિઝવાન પાછલા ત્રણ વર્ષથી ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. પીડિતના ભાઈની ફરિયાદ અનુસાર પોલીસે શોભના સામે આઈપીસીના સેક્શન 336 અને 289 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

Read Next Story