એપશહેર

Video: 'તમે પણ ખાઓ, ભઈ... તું પણ લેતો જા' પેટ્રોલના ભાવ 100 થયા તો કાકાએ વહેંચ્યા લાડુ

એક વૃદ્ધ પેટ્રોલના ભાવ 100ને પાર થવા પર લોકોને મીઠાઈ ખવડાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને મીઠાશ ભરેલો વિરોધ કહી રહ્યા છે.

I am Gujarat 27 Feb 2021, 6:03 pm
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ જઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં તો પેટ્રોલ સદી ફટકારી ચૂક્યું છે. જેને લઈને લોકો વિરોધ પણ કરી રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા પર memes અને Jokes શેર કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે ઈન્ટરનેટ પર એક વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બિહારના દરભંગાની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અહીં એક વૃદ્ધ પેટ્રોલના ભાવ 100ને પાર થવા પર લોકોને મીઠાઈ ખવડાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને મીઠાશ ભરેલો વિરોધ કહી રહ્યા છે.
I am Gujarat petrol price crosses rs 100 man distributes ladoo in darbhanga video goes viral
Video: 'તમે પણ ખાઓ, ભઈ... તું પણ લેતો જા' પેટ્રોલના ભાવ 100 થયા તો કાકાએ વહેંચ્યા લાડુ


પહેલા જુઓ આ વિડીયો

આ વિડીયોને ટ્વીટર યૂઝર @Raga_reportsએ શેર કર્યો છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધીમાં 40,000થી વધારે વ્યૂઝ અને 2000 કરતા વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.

ખરેખર, ખૂબ જ ઉત્તમ....

વિરોધ કરવાની અનોખી રીત

નોંધનીય છે કે આ વિડીયોને સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો