એપશહેર

Pfizer યુકે બાદ ભારતમાં પણ કોરોનાની વેક્સિન લાવવાની તૈયારીમાં?

TNN 3 Dec 2020, 12:36 pm
મુંબઈ/લંડનઃ કોરોનાની વેક્સીન માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. હાલમાં જ યુ.કે Pfizer-BioNTechની કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપનારો પહેલો દેશ બન્યો છે. ત્યારે અમેરિકન વેક્સીન કંપની ભારતમાં પણ પોતાની વેક્સીન ઉતારવા ઈચ્છે છે. જોકે એક્સપર્ટ્સ મુજબ, વેક્સીનને -70 ડિગ્રીએ રાખવી પડતી હોઈ તેનો સ્ટોરેજ એક મોટો પડકાર બનશે.
I am Gujarat pfu


Pfizerના પ્રવક્તા રોમા નાયરે કહ્યું,- અમે ભારત સરકાર સાથે વાતચીત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે દુનિયાભરની સરકાર સાથે દરેક દેશમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે કાર્યરત છીએ અને અમારા વેક્સીનના લોજિસ્ટકલ પ્લાન પણ છે. અમને વિશ્વાસ છે કે ભારતમાં પણ તે પ્લાન રજૂ થઈ શકશે.

યુ.કે, અમેરિકા તથા યુરોપિયન યુનિયનના ઘણા દેશોએ પહેલાથી જ વેક્સીનના મિલિયન ડોઝના ઓર્ડર આપી દીધા છે. અમેરિકાએ 100 મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે, EUએ પણ 200 મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે અને વધુમાં 100 મિલિયન ડોઝના પણ ઓપ્શન છે. જ્યારે યુ.કેએ 40 મિલિયન ડોઝના પ્રી-ઓર્ડર આપેલા છે.

જોકે ભારતે જ Pfizerના પ્રી-ઓર્ડર માટે હજુ સુધી કોઈ એગ્રીમેન્ટ કર્યા નથી. આ વેક્સીનની કિંમત અંદાજિત 40થી 50 ડોલર (રૂ. 2950-3700) વચ્ચે હોઈ શકે છે જે વિકસતા દેશો માટે અફોર્ડેબલ નહીં હોઈ શકે.

ICMRના પૂર્વ જનરલ ડિરેક્ટર એન.કે ગાંગુલીએ કહ્યું, તેમનું 2021 સુધીનું તમામ પ્રોડક્શન ધનિક દેશો માટે બૂક થઈ ગયું છે. ભારતે વેક્સીનને બુક કે અલ્ટ્રા- કોલ્ડ સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યો નથી. આ કિંમત પણ ભારતને પરવડે તેવી નથી.

Pfizerના ઓફિશિયલે જણાવ્યું કે, કંપની જરૂરિયાત ધરાવતી કંપનીઓને ડોઝ પહોંચાડવા Gavi સાથે સંપર્કમાં હતી. અમારી પાસે ટેમ્પરેચર કન્ટ્રોલ શીપર્સ છે જે સ્ટોરેજની સ્થિતિમાં ડ્રાય આઈસથી તાપમાન 10 દિવસ સુધી મેનેજ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરના દેશો હાલમાં કોરોનાની વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેથી પોતાના દેશના નાગરિકોને બીમારીથી બચાવી શકે. એવામાં Pfizerની વેક્સીને એક આશા જગાવી છે. ત્યારે ભારતમાં પણ હાલમાં કોવિશિલ્ડ, કોવેક્સીન તથા Zycov-D વેક્સીન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો