એપશહેર

કોરોનાની સારવારમાંથી પ્લાઝ્મા થેરેપીને બહાર કરાઈ, નવી ગાઈડલાઈન જાહેર

દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે પ્લાઝ્મા થેરેપીને લઈને આઈસીએમઆર અને એમ્સએ એક મોટી જાહેરાત કરી છે. કોરનાની સારવારમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવી દેવાઈ છે. આ સંબધમાં એઈમ્સ અને આઈસીએમઆરએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

I am Gujarat 17 May 2021, 11:59 pm

હાઈલાઈટ્સ:

  • કોરોનાની પહેલી લહેરમાં પ્લાઝ્મા થેરેપીને કોરોના દર્દીની સારવાર માટે કારગર માનવામાં આવી હતી.
  • કોરોનાની બીજી લહેરમાં સરકારે પ્લાઝ્મા થેરેપીને કોરોના ટ્રિટમેન્ટ પ્રોટોકોલમાંથી બહાર કરી દીધી.
  • જણાવાયા મુજબ, પ્લાઝ્મા થેરેપીથી કોરોનાની સારવારમાં પ્રભાવી નથી સાબિત થઈ રહી અને ઘણા મામલામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Plazma Therapy covid
નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝ્મા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા નેશનલ ટાસ્ક ફોર્સની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં કહેવાયું હતું કે, પ્લાઝ્મા થેરેપીથી ફાયદો નથી થતો. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપે કોવિડ-19 દર્દીઓના મેનેજમેન્ટ માટે રિવાઈઝ્ડ ક્લિનિકલ ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં પ્લાઝ્મા થેરેપીનો કોઈ ઉલ્લેખ નથી કરાયો. જ્યારે કે, પહેલા પ્રોટોકોલમાં તે સામેલ હતી. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં હાલમાં ડોક્ટર્સ પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે.
એમ્સ/આઈસીએમઆર-કોવિડ 19 નેશનલ ટાસ્ક ફોર્સ/ જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે એડલ્ટ કોરોના દર્દીઓના મેનેજમેન્ટ માટે ક્લિનિકલ ગાઈડન્સમાં ફેરફાર કર્યો છે. સાથે જ આઈસીએમઆરએ કોવિડ સારવાર પ્રોટોકોલના એક ભાગના રૂપમાંથી પ્લાઝ્મા થેરેપીને હટાવી દીધી છે.

ડો. શાહિદ જમીલે કોરોના વેરિયન્ટ શોધનારા એક્સપર્ટ ગ્રુપનું અધ્યક્ષ પદ કેમ છોડ્યું?
રિપોર્ટ મુજબ, કોવિડ-19 સંબધી આઈસીએમઆર- નેશનલ વર્કફોર્સની બેઠકમાં બધા સભ્ય એ બાબતના પક્ષમાં હતા કે, કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવાર મેનેજમેન્ટ સંબંધી તબીબી દિશા-નિર્દેશોમાંથી પ્લાઝ્મા થેરેપીના ઉપયોગને હટાવી દેવી જોઈએ, કેમકે તે પ્રભાવી નથી અને ઘણા મામલામાં તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરાયો.

કોવીશિલ્ડમાં 26, કોવેક્સિનમાં નથી મળ્યા બ્લડ ક્લોટિંગના કોઈ કેસ: રિપોર્ટ
પ્લાઝ્મા થેરેપીને કાયલસેન્ટ પ્લાઝ્મા થેરેપી પણ કહેવાય છે. તેમાં કોરોનામાંથી સાજી થઈ ચૂકેલી વ્યક્તિના શરીરમાંથી પ્લાઝ્મા કાઢીને સંક્રમિત વ્યક્તિની બોડીમાં ઈન્જેક્શનની મદદથી ઈન્જેક્ટ કરાય છે. જણાવી દઈએ કે, કોવિડમાંથી સાજા થઈ ચૂકેલી વ્યક્તિના પ્લાઝ્મામાં એન્ટીબોડીઝ બની જાય છે, જે બીજા સંક્રમિત વ્યક્તિ માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.


જોકે, એ વાતની કોઈ પુષ્ટિ નથી કે, શું પ્લાઝ્મા થેરપી ખરેખર એક કોરોના રોગીને સાજી કરી શકે છે. તેના પર કરાયેલા બધા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, આ પ્લાઝ્મા થેરેપી કોવિડ-19 સંક્રમિત વ્યક્તિને કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરે છે અને દર્દીના હોસ્પિટલમાં એડમિટ થવાના ડ્યૂરેશનને પણ ઓછું કરે છે.

Read Next Story