એપશહેર

G-20 સમિટમાં મળ્યા મોદી અને જિનપિંગ, કર્યા એકબીજાના વખાણ

વિપુલ પટેલ | I am Gujarat 7 Jul 2017, 4:32 pm
હેમ્બર્ગ: એક તરફ સિક્કિમમાં ભારત-ચીન બોર્ડર પર બંને દેશો વચ્ચે ડોકલામને લઈને વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ જર્મનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એકબીજાની ‘પ્રશંસા’ કરી છે અને ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યા. બંને નેતા જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે જર્મનીના હેમ્બર્ગ શહેરમાં છે. બંને નેતાઓ વચ્ચે ટૂંકી મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર વાતચીત પણ થઈ છે. બંને નેતાઓએ પોત-પોતાના સંબોધનમાં એકબીજા માટે સકારાત્મક વાતો કહી.
બ્રિક્સ દેશોના નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આતંકવાદ સામે મજબૂત સંકલ્પ અને બ્રિક્સમાં ઝડપ લાવવા માટે ભારતની પ્રશંસા કરી, તો મોદીએ કહ્યું કે, જિનપિંગના નેતૃત્વમાં બ્રિક્સમાં સકારાત્મક ઝડપ આવી છે. તેમણે આગામી બ્રિક્સ સમિતિ માટે જિનપિંગને શુભકામનાઓ આપી અને દરેક શક્ય સહકારની ખાતરી આપી. બાદમાં બને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને હળવી વાતો કરી. ઉલ્લેખનીય છે કે, આગામી બ્રિક્સ સંમેલન ચીનમાં યોજાવાનું છે.
આ ઉપરાંત મોદીએ પોતાના સંબોધનમાં જીએસટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત સપ્તાહે ભારતમાં છેલ્લા 70 વર્ષનો સૌથી મોટો ટેક્સ સુધારો લાગુ કરવામાં આવ્યો છે. તેનાથી વેપારમાં મદદ મળશે. સાથે જ મોદીએ બ્રિક્સ રેટિંગ એજન્સી બનાવવા પર પણ જોર આપ્યું હતું. આ પહેલા ચીને ગુરુવારે કહ્યું હતું કે હેમ્બર્ગમાં મોદી-જિનપિંગ વચ્ચે દ્વીપક્ષિય વાતચીત માટે માહોલ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે તંગદીલી બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ટેન્શન આવી ગયું હતું. ચીનના કેટલાક એક્સપર્ટ્સે તો અપ્રત્યક્ષ રીતે યુદ્ધની ધમકી પણ આપી દીધી હી. ભારતમાં ચીનના રાજદૂતે પણ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેનો માહોલ યોગ્ય નથી. ભારત શરુઆતથી જ સિક્કિમ વિવાદનો ઉકેલ પરસ્પરની વાતચીતથી લાવવાની જ હિમાયત કરી રહ્યું છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો